મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

હળવદમાંથી બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો બ્રાહ્મણી-૨ ડેમમાંથી મૃતદેહ મળ્યો


SHARE







હળવદમાંથી બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો બ્રાહ્મણી-૨ ડેમમાંથી મૃતદેહ મળ્યો

મોરબી જિલ્લાના હળવદ શહેરના રાણેકપર રોડે આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો યુવાન બે દિવસથી ગુમ હતો તેને શોધવા માટે કવાયત કરી રહ્યા હતા તેવામાં તે યુવાનનો બ્રાહ્મણી-૨ ડેમમાંથી મૃતદેહ મળ્યો હતો જેથી કરીને બોડીને પાણીમાંથી બહાર કાઢીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે.

જાણવા મળતી વિગત મુજબ હળવદના રાણેકપર રોડે આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતા પ્રકાશભાઈ હરજીવનભાઈ કંઝરિયા (૨૫) નામનો યુવાન તા.૧૭ ના રોજ પોતાના ઘરે કોઈને કશું જ કહ્યા વગર ચાલ્યો ગયો હતો જેથી ગુમ થયેલ યુવાનને પરિવારજનો શોધી રહ્યા હતા અને ત્યાર બાદ હળવદ પોલીસ સ્ટેશને અરજી આપેલ હતી તેવામાં તે યુવાનનો મૃતદેહ હળવદના બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળી આવ્યો હતો. જેથી પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને બોડીને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ પરિવારજનોને જાણ કરી હતી અને મૃતક યુવાનના પિતા હરજીવનભાઈએ એવો આક્ષેપ કર્યો હતો કે તેમના દીકરાના મોઢાના ભાગે ઇજાના નિશાન છે. જેથી યુવાનના મૃતદેહને રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ માટે લઈ જવામાં આવેલ છે અને પોલીસે આગળની કાર્યવાહી કરેલ હતી






Latest News