મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે કારખાના નજીક કુતરાએ બચકાં ભરી લેતા વૃદ્ધ-બાળક સારવારમાં


SHARE







મોરબીના લખધીરપુર રોડે કારખાના નજીક કુતરાએ બચકાં ભરી લેતા વૃદ્ધ-બાળક સારવારમાં

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક કારખાન નજીક હડકાયા કૂતરાએ વૃદ્ધ અને બાળકને બચકા ભરી લીધા હતા જેથી કરીને તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

છેલ્લા ઘણા સમયથી મોરબી શહેર અને તાલુકાના જુદાજુદા વિસ્તારોની અંદર હડકાયા કુતરાનો આતંક જોવા મળી રહ્યો છે અને રસ્તે જતા બાળકો, મહિલાઓ, વૃદ્ધો વગેરેને હડકાયા કુતરા બચકા ભરી લેતા હોય તેવી ઘટનાઓ સામે આવી છે તેવામાં મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ લેકસેસ સીરામીક પાસે હડકાયા કૂતરાએ અર્ચિત માનવીત આદિવાસી (૭) અને ગબૂચીભાઈ ગંગાલાલ (૬૦) નામના બે વ્યક્તિઓને બચકા ભરી લીધા હતા જેથી કરીને તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આ મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા ફિનાઇલ પી ગઈ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઘૂચરની વાડીમાં રહેતી આરતીબેન દિનેશભાઈ ડાભી (૨૨)  નામની યુવતી પોતે પોતાના ઘરે હતી ત્યારે ફિનાઇલની ગોળી પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી

મારા મારીમાં ઇજા

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ કનૈયા હોટલ સામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના રણછોડનગરમાં રહેતા મુસ્તાક ફતેમામદ કટિયા (૩૦) ને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યા તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી






Latest News