મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના પૂર્વ ધારાસભ્ય-રાજ્યના પૂર્વમંત્રી બ્રિજેશ મેરજાને પંજાબમાં લોકસભાની એક બેઠકની જવાબદારી સોપાઈ


SHARE







મોરબીના પૂર્વ ધારાસભ્ય-રાજ્યના પૂર્વમંત્રી બ્રિજેશ મેરજાને પંજાબમાં લોકસભાની એક બેઠકની જવાબદારી સોપાઈ

મોરબીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને લોકસભાની ચાલી રહેલ ચૂંટણી અન્વયે પંજાબમાં જવાબદારી સોંપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય રહેશે કે ગુજરાતની ભાવનગર લોકસભા બેઠકના પ્રભારી તરીકે તેમણે સફળતા પૂર્વક જવાબદારી વહન કરેલી છે અને તે પૂરી થતા જ પંજાબ રાજ્યના આનંદપૂરસાહેબ" બેઠકની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવેલી છે.

લોકસભાની ચૂંટણીનાં અંતિમ તબક્કામાં ૧ લી જૂને પંજાબ રાજ્યમાં મતદાન થવાનું છે. ત્યાં બ્રિજેશ મેરજાને જવાબદારી સોપવામાં આવેલ છે અને આ પૂર્વે તેમણે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ગુજરાતનાં ભાજપના પ્રદેશ ઇન્ચાર્જ તરીકે પણ જવાબદારી ખૂબ નિષ્ઠા અને મહેનત કરીને પૂરી કરી છે. તેઓને વિવિધ તબક્કે ગુજરાતમાં વિવિધ સ્થળોએ જી-૨૦ ના સેમિનારપ્રબુધ્ધ નાગરિક સંમેલન તેમજ પંચાયત પ્રશિક્ષણના વિવિધ ઝોનમાં પણ પ્રદેશ ભાજપ તરફથી સોંપાયેલ કામગીરી પૂરી ખંત અને નિષ્ઠાથી નિભાવી છે. પંજાબ રાજ્યના પ્રભારી અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે બ્રિજેશ મેરજાએ આ નવી જવાબદારી અંગે માર્ગદર્શન મેળવીને પંજાબની આ ઐતિહાસિક અને ધરોહર ગણાતી આનંદપૂરસાહેબ” બેઠકની ચૂંટણીની જવાબદારી વહન કરવા તેઓ ટૂંક સમયમાં પંજાબ પંહોચી જશે અને ત્યાં તા. ૧ લી જૂને યોજાનાર ચૂંટણી સુધી પંજાબમાં રોકાણ કરશે. જેથી તેઓ મોરબીમાં તેમના આ પંજાબ પ્રવાસને કારણે મળી શકશે નહીં. પરંતુ તેમનું જનસંપર્ક કાર્યાલય રાબેતા મુજબ લોકો માટે ખુલ્લુ રહેશે






Latest News