મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત


SHARE







મોરબીના શનાળા રોડે વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા વૃદ્ધને છાતીમાં દુખાવો ઉપડતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને હોસ્પિટલે સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું જેથી કરીને હાર્ટ અટેકથી વૃદ્ધનું મોત થયેલ હોય આ બનાવ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતિ મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા બીજીયાભાઈ રામભાઈ જીલરીયા જાતે બોરિચા (૫૯) ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીના શનાળા રોડે આવેલ નકલંગ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવ અંગેની વિક્રમભાઈ વાસુરભાઈ જીલરીયા જાતે બોરીચા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબીના રવાપર ગામે રહેતા રાકેશભાઈ શિવલાલભાઈ મેતલીયા (૩૦) નામનો યુવાન બાઈક લઈને મોરબીના પીપળી રોડ ઉપર આવે સીટીઆર્ટની સામેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં અકસ્માતે કોઈ કારણસર તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવે છે

અકસ્માતમાં ઇજા

મૂળ એમપીના ખાણશીલાનો રહેવાસી જીતેન્દ્ર બાબુભાઈ (૨૭)ને મોરબી તાલુકાના લાલપર ગામ પાસે હતો ત્યારે કોઈ કારણોસર વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી અને ઈજા પામેલ હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવે છે






Latest News