મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં રૂપિયા ૧૦ ની નોટના અછતનું નિરાકરણ કરતા કલેક્ટર કે.બી. ઝવેરી


SHARE







મોરબી જિલ્લામાં રૂપિયા ૧૦ ની નોટના અછતનું નિરાકરણ કરતા કલેક્ટર કે.બી. ઝવેરી

મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા જિલ્લાના વેપારીઓનો રૂ. ૧૦ ની ચલણી નોટની અછત અંગેનો પ્રશ્ન ઉકેલ કરતા જિલ્લામાં ૫૦ લાખ રકમની રૂ. ૧૦ ની ચલણી નોટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ બાબતે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી અન્વયે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપની કામગીરી અંતર્ગત મોરબી શહેરના રિટેલ એસોસિએશન જેવા કે રેડીમેડ ગારમેન્ટ, અનાજ-કરિયાણા માર્કેટ, સોના-ચાંદીના વેપારી, બાર એસોસિએશન, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી બ્રાન્ચ, વાળંદ એસોસિએશન એમ વિવિધ એસોસિએશન સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સર્વે વેપારીઓ, તેમના કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનોને અવશ્ય મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન કલેક્ટર તરીકે તેમના કોઈ પ્રશ્નો હોય તો તે અંગે મેં પૂચ્છા કરી હતી. ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી જિલ્લામાં બજારમાં રૂ. ૧૦ ની ચલણી નોટ ખૂબ ઓછી દેખાઈ રહી છે. કલેક્ટર તરીકે મારી ફરજમાં આવતું હોવાથી તેમની આ રજૂઆતના ૩૬ કલાકની અંદર જ તેમની માંગણી પૂરી કરી ગઈ કાલે સાંજે જ રૂ. ૫૦ લાખ રકમની રૂ. ૧૦ ની ચલણી નોટ મોરબી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં આવી ગઈ છે. હજી વધારાની રૂ. ૧૦ અને ૨૦ ની ચલણી નોટો થોડા સમયમાં બેંકમાં આવશે. વેપારીઓ હોય કે સામાન્ય નગરજન હોય તેમને પડતી મુશ્કેલીઓ નિવારવા અમે પૂરતો પ્રયાસ કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે, અગાઉ સ્વીપની કામગીરી અંતર્ગત જિલ્લાના વેપારી એસોસિએશન સાથે જિલ્લા કલેક્ટરશ્રીએ બેઠક યોજી હતી. આ બેઠક અન્વયે કલેક્ટરશ્રીએ જિલ્લાના વેપારી એસોસિએશનને કોઈ પ્રશ્નો હોય તો તે રજૂ કરવા જણાવ્યું હતું. જે અન્વયે વેપારીઓ દ્વારા જિલ્લામાં રૂ. ૧૦ ની ચલણી નોટની અછત હોવા અંગે વાત કરી હતી. જે પ્રશ્ન જિલ્લા કલેક્ટરએ ધ્યાનમાં લઈ તેનું તાત્કાલિક નિરાકરણ કર્યું છે.






Latest News