મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

હળવદના એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપીના શરતી જામીન મંજૂર


SHARE







હળવદના એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપીના શરતી જામીન મંજૂર

હળવદના નાર્કોટીક્સ ડ્રગ્સના ગુનામાં પકડાયેલા આરોપીએ તેના વકીલ મારફતે જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી અને આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપી ભેરૂલાલ ઉર્ફે ભેરવનાથ હરીકિશન ગુર્જરના જામીન મંજૂર કરેલ છે

હળવદ પોલીસ સ્ટેશને નોંધાયેલ એનડીપીએસના ગુનામાં આરોપી ભેરૂલાલ ઉર્ફે ભેરવનાથ હરકિશન ગુર્જરની ધરપકડ કરી હતી અને જે તે સમયે આરોપી પાસેથી પોસ ડોડા ૩ કિલો ૩૩૧ ગ્રામ માલ મળી આવ્યો હતો જેથી પોલીસે આરોપીના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થયા બાદ આરોપી ભેરૂલાલને જેલ હવાલે કરેલ હતો અને આરોપીએ મોરબીના સીનીયર એડવોકેટ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) મારફત મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ આર.જી. દેવધરા સાહેબની કોર્ટમાં જામીન અરજી કરી હતી અને જામીન અરજીના કામે આરોપીના વકીલ મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ ઓઝા) એ દલીલ કરેલ હતી તેને ધ્યાને રાખીને કોર્ટે આરોપીના ૪૦,૦૦૦ ના શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કરેલ છે આ કેસમાં આરોપી તરફે વકીલ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ ઓઝા) તથા કુ. મેનાઝબેન એ. પરમાર રોકાયેલ હતા






Latest News