મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

ટંકારાના વાઘગઢ ગામે નિદ્રાધીન અવસ્થામાં જ હાર્ટ અટેકથી યુવાનનું મોત


SHARE







ટંકારાના વાઘગઢ ગામે નિદ્રાધીન અવસ્થામાં જ હાર્ટ અટેકથી યુવાનનું મોત

ટંકારા તાલુકાના વાઘગઢ ગામે રહેતો યુવાન રાત્રે પોતાના ઘરે સૂતો હતો અને ત્યારબાદ સવારે ઉઠ્યો ન હોવાથી તેને તાત્કાલિક ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જાહેર કર્યું હતું અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વાઘગઢ ગામે રહેતા દિનેશભાઈ અરજણભાઈ બોપલિયા જાતે પટેલ (૪૫) નામનો યુવાન રાત્રે પોતાના ઘરે સુતા બાદ સવારે ઉઠ્યો ન હતો જેથી ભુદરભાઈ મોહનભાઈ બોપલિયા જાતે પટેલ તેને લઈને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે તાત્કાલિક આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસને યુવાનનું હાર્ટ અટેકથી મોત થયું હોવાનું જાહેર કર્યું હતું અને હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને બનવાની જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ આઇ.ટી. જામ દ્વારા કરવામાં આવેલ છે અને તેઓની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, યુવાનને નિદ્રાધીન અવસ્થામાં જ હાર્ટ અટેક આવી જવાથી તેનું મોત નીપજ્યું છે જે અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

મહિલા સારવારમાં

મોરબીના વિસ્તારમાં આવેલ રોહીદાસપરા મેઇન રોડ ઉપર રહેતા પરમાર ક્રિષ્નાબેન હિરેનભાઈ (૨૪) નામની મહિલા એકટીવા લઈને મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ લજાઈ ગામ નજીકથી પસાર થતા હતા ત્યારે બાપા સીતારામ હોટલ નજીક એકટીવા સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જોકે અકસ્માતનો બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે






Latest News