મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે વૈદિક પેરેન્ટિંગ સેમિનારને બહોળો પ્રતિસાદ મળ્યો


SHARE







મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે વૈદિક પેરેન્ટિંગ સેમિનારને બહોળો પ્રતિસાદ મળ્યો

સાર્થક વિદ્યામંદિર મોરબી તેમજ સંસ્કૃતિ આર્ય ગુરુકુળ રાજકોટ આયોજિત વૈદિક પેરેંટિગ સેમિનાર સાર્થક સ્કુલ ખાતે યોજાયો હતો.ગુરુકુલમના આચાર્ય મેહુલભાઈ દ્વારા બાળકોના અન્નમય કોષ અને પ્રાણમય કોષ વિકાસના તબક્કા, બાળકોના અન્નમય કોષના વિકાસ માટે સાત્વિક અન્નનું મહત્વ, તેમજ પ્રાણમય કોષના વિકાસ માટે નિયમો, સહનશીલતા અને સ્વાવલંબન તેમજ બાળકોને વ્યવહાર દ્વારા કેવી રીતે આ બધુ શીખવવા તેની વિસ્તારથી સમજૂતી  આપવામાં આવી હતી.વૈદિક પેરેન્ટિંગના ૧૦૦ સૂત્ર છે.જે મનોવિજ્ઞાનને આધારે લખાયેલા છે.તે માતા-પિતાએ સમજવા ખૂબ જરૂરી છે.તે વાતની તેઓએ સર્વે વાલીઓને અનુભૂતિ કરાવી હતી.કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી થઈ અંતમાં શાળા સંચાલક મંડળના કિશોરભાઈ શુક્લ દ્વારા સમાપન વક્તવ્ય યોજાયું હતુ. જ્ઞાનસભર આ કાર્યક્રમ સર્વે માટે ખૂબ જ પ્રેરણાદાયી બની રહ્યો હતો.






Latest News