મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના રામપર પાડાબેકર ગામે સગાભાઈ સહિત બે વ્યક્તિને માર મરનારા શખ્સની ધરપકડ


SHARE







મોરબીના રામપર પાડાબેકર ગામે સગાભાઈ સહિત બે વ્યક્તિને માર મરનારા શખ્સની ધરપકડ

મોરબી તાલુકાના રામપર પાડાબેકર ગામના મૂળ રહેવાસી અને હાલમાં અમદાવાદ ખાતે રહેતા યુવાનના માતાનું થોડા સમય પહેલા અવસાન થયું હતું જેથી તે પોતાના ગામની અંદર ગામના લોકોને માતાના અવસાન બાદ જમાડવા માટે થઈને આવ્યો હતો ત્યારે ગામમાં જ રહેતા તેના મોટાભાઈએ તેની સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને ગાળો આપી હતી તેમજ લાકડી વડે માર માર્યો હતો. જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામા આવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

મૂળ રામપર પાડાબેકર ગામના રહેવાસી અને હાલમાં અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં સર્વોદય સ્કૂલની બાજુમાં રહેતા દયાલજીભાઈ માધવજીભાઈ જાવિયા જાતે કડિયા કુંભાર (૬૩)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભુપતભાઈ દેવજીભાઈ જાવિયા રહે. રામપર પાડાબેકર તાલુકો મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેઓને આરોપી ભુપતભાઈને અગાઉ મનદુખ થયેલું હોય તેઓ એકબીજા સાથે બોલતા ન હતા જોકે આરોપી ભુપતભાઈના નાનાભાઈ ભીખુભાઈ દેવજીભાઈ જાવિયા (૪૫) હાલ. અમદાવાદ ખાતે રહે છે અને તે પણ ભુપતભાઈ સાથે બોલતા નથી જો કે, ભુપતભાઈ અને ભીખુભાઈના માતાનું અવસાન થયું હતું જેથી ભીખુભાઈ તેઓના ભાઈ ભુપતભાઈના ઘરે ગયા હતા ત્યારે ભુપતભાઈએ તેને તેઓના ઘરે આવવાની ના પાડી હતી જેથી ભીખુભાઈ ફરિયાદી દયાલજીભાઈ જાવિયાને ત્યાં રોકાયા હતા અને તેના માતાનું અવસાન થયેલ હોય તેને ગામ જમણનો જમણવાર કરવો હતો જે આરોપી ભુપતભાઈને સારું નહીં લાગતા તેણે ફરિયાદી દયાલજીભાઈ તથા ભીખુભાઈને ગાળો આપી હતી અને લાકડી વડે ફરિયાદીને માર માર્યો હતો તેમજ ભીખુભાઈને ઢીકાપાટુનો માર મારી ઝપાઝપી કરી ઝઘડો કર્યો હતો જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો અને આ ગુનામાં આરોપી ભુપતભાઈ દેવજીભાઈ જાવિયા જાતે કડિયા કુંભાર (૫૬) રહે. મૂળ રામપર પાડાબેકર તાલુકો મોરબી હાલ રહે. અમદાવાદ વાળાની ધરપકડ કરેલ છે






Latest News