મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં કુદરતી હાજતે ગયેલી સગીરાનું અપહરણ, પરિણીત બહેન પણ ગુમ: પોલીસ દોડતી


SHARE







મોરબીમાં કુદરતી હાજતે ગયેલી સગીરાનું અપહરણ, પરિણીત બહેન પણ ગુમ: પોલીસ દોડતી

મોરબીમાં અપહરણની વિચિત્ર ઘટના બનેલ છે જેમાં મોરબીમાં પરણિત મોટી બહેનની સાથે નાની બહેન કુદરતી હાજતે ગયેલ હતી અને ત્યાર બાદ સગીરાનું અપહરણ કરવામાં આવ્યું છે અને આ ઘટના પછીથી મોટી બહેન પણ ગુમ થઈ ગયેલ છે જેથી કરીને કુદરતી હાજતે ગયા બાદ સગીરાના અપહરણની ઘટનાની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને સગીરાના પિતાએ ફરિયાદ નોંધવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને સગીરા અને તેની મોટી બહેનને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં રહેતા પરિવારની સગીરા વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે જેમાં સગીરાના પિતાએ જણાવ્યુ છે કે, ગત તા. ૧૩ ના રોજ સાંજે તે ઘરે આવ્યા ત્યારે તેની પત્નીએ તેને કહ્યું હતું કે, બપોરે ત્રણેક વાગ્યે તેની ૧૪ નાની દીકરી પરિણીત ૧૯ વરહશની મોટી દીકરી સાથે ઘર પાસે આવેલ ખેતરમાં કુદરતી હાજતે ગઈ હતી અને બાદમાં પછી ઘરે આવી નથી જેથી તેને શોધવા છતાં તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગેલ નથી આમ ૧૪ વર્ષની સગીરાનું અપહરણ કરવામાં આવ્યું છે અને મોટી દીકરી પણ ગુમ થયેલ છે જેથી કરીને મોરબી એ ડીવીઝન પોલીસે અપહરણની ફરિયાદ લઈને સગીરા અને તેની બહેનને શોધવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News