મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબી સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનો માટે રમઝાન ઇદ નિમિત્તે ઉજવણી કરાઈ


SHARE











મોરબી સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનો માટે રમઝાન ઇદ નિમિત્તે ઉજવણી કરાઈ

મોરબી સબજેલ ખાતે જેલમાં રહેલા મુસ્લિમ બંદીવાન ભાઈઓ દ્વારા રમજાન માસમાં રોજા રાખવામાં આવેલા હોય અને તેઓ દ્વારા રમજાન ઈદની ઉજવણી કરી શકાય તે માટે મોરબી જેલ પ્રશાસન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

મોરબી સબ જેલમાં રહેલા મુસ્લિમ બંદિવાનો દ્રારા રમજાન માસ નિમિતે જેલમાં રોઝા રહેતા હતા અને ખુદાની બંદગી કરતા હતા.તા.૧૧ ના રોજ રમજાન ઇદ નિમિતે સમસ્ત મિંયાણા (મુસ્લિમ) સમાજ મહાસંગઠન ટ્રસ્ટ ગુજરાતના મોલાનાઓ દ્રારા મોરબી સબ જેલમાં રહેલા મુસ્લિમ ભાઇઓને ઇદુ-ઉલ ફિત્ર નમાજ અદા કરી ખુદાની બંદગી  કરાવવામાં આવેલ છે.દરમ્યાન મોરબી સબ જેલના ઇન ચાર્જ અધિક્ષક પી.એમ.ચાવડા તથા ઇન ચાર્જ જેલર એ.આર.હાલપરાનાઓ સાથે જેલ સ્ટાફ દ્રારા પુરતો સાથ-સહકાર આપવામાં આવ્યો હતો.






Latest News