મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

હળવદના ટીકર ગામના યુવાને માથક રોડે નર્મદાની કેનાલમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું


SHARE







હળવદના ટીકર ગામના યુવાને માથક રોડે નર્મદાની કેનાલમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું

હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા યુવાને કોઈ કારણોસર નવા કડિયાણા પાસે મથક રોડે આવેલ નર્મદાની કેનાલમાં ઝંપલાવ્યું હતું જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા કડિયાણા ગામે માથક રોડ ઉપર આવેલ નર્મદાની કેનાલમાં ટીકર ગામના રહેવાસી રોહિતભાઈ કરસનભાઈ સીતાપરા જાતે પટેલ (૨૯) એ ઝંપલાવ્યું હતું જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનો મોત નીપજયું હતું અને તેના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાથી આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જોકે, મૃતક યુવાને કયા કારણોસર નર્મદાની કેનાલમાં પાડીને આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ હવે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી.પરમાર ચલાવી રહ્યા છે.






Latest News