મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

માળિયા (મીં)ના હરીપર નજીક ડમ્પર ચાલકે બાઇકને ઠોકર મારતા બાળકીનું મોત: એક જ પરિવારના ચારને ઇજા


SHARE







માળિયા (મીં)ના હરીપર નજીક ડમ્પર ચાલકે બાઇકને ઠોકર મારતા બાળકીનું મોત: એક જ પરિવારના ચારને ઇજા

માળીયા મીંયાણા વિસ્તારમાં આવેલ હરીપર ગામના રેલ્વે બ્રિજ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. ત્યારે ડમ્પર ચાલકે બાઇકને ઠોકર મારી હતી જેથી કરીને એક જ બાળકો સહિતના પરિવારના પાંચ વ્યક્તિઓને ઇજાઓ થયેલ હતી અને તે પૈકીની એક બાળકીનું મોત નીપજયું છે જો કે ચાર વ્યક્તિઓને ઇજા થયેલ હતી જેથી તેઓને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. અને આ બનાવમાં મૃતક બાળકીના પિતાએ હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ડમ્પરના ચાલકની સામે ફરિયાદ નોંધાવેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીંયાણા ખાતે આવેલ કાજરડાના ભોળ વિસ્તારમાં રહેતા નિઝામભાઈ સાઉદીનભાઇ મોવર (૩૨) તેમના પત્ની નસીમબેન નિઝામભાઈ મોવર (૩૦)પુત્ર અઝરૂદ્દીન નિઝામભાઈ મોવર (૧૧), પુત્રી નજમાબાનુ નિઝામભાઈ મોવર (૭) અને નાજીયાબેન બાઇકમાં માળીયા મીંયાણા ખાતેથી નિઝામભાઈ મોવરનું સાસરિયું સુરજબારી નજીક હોય ઈદ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઇકને ડમ્પરના ચાલકે ઠોકર મારી હતી જેથી કરીને હરીપર ગામ નજીક આવેલ રેલ્વેના બ્રીજ પાસે અકસ્માત થયો હતો જેથી નજમાબાનું નિઝામભાઈ મોવર નામની સાત વર્ષની બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેથી ડેડબોડીને પીએમ માટે મોરબી લઈને આવ્યા હતા અને મૃતકની માતા નસીમબેન, પિતા નિઝામભાઈ, ભાઈ અઝરૂદ્દીન અને નાજીયાબેન ઇજાઓ થતા તેઓને સારવાર માટે લઈને આવ્યા હતા અને હાલમાં આ બનાવ સંદર્ભે નિઝામભાઈ સાઉદીનભાઇ મોવર દ્વારા ડમ્પર જીજે ૧૨ બીવી ૦૧૪૨ ના ચાલકની સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News