મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

વાંકાનેર નજીકના વઘાસીયા ટોલનાકા પાસેથી દારૂ ભરેલી ગાડી સાથે એક પકડાયો: એકની શોધખોળ


SHARE













વાંકાનેર નજીકના વઘાસીયા ટોલનાકા પાસેથી દારૂ ભરેલી ગાડી સાથે એક પકડાયો: એકની શોધખોળ

વાંકાનેર નજીક આવેલ વઘાસિયા ટોલનાકા પાસેથી મોરબી તરફ આવતા રસ્તા ઉપરથી પસાર થઈ રહેલ ઇકો ગાડીને એલસીબીની ટીમ દ્વારા રોકવામાં આવી હતી અને તે ગાડી ચેક કરવામાં આવતા તેમાંથી ૪૦૦ દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કુલ મળીને ૩.૦૮ લાખના મુદ્દામાલને કબજે કરી એક શખ્સની ધરપકડ કરેલ છે અને દારૂ મંગાવનાર શખ્સનું નામ સામે આવતા તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકાથી મોરબી તરફ જતા નેશનલ હાઈવે રોડ ઉપર થી ઇકો ગાડી નંબર જીજે ૧૩ એબી ૬૪૬૮ પસાર થઈ હતી જેને રોકવામાં આવી હતી અને તે ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી ૪૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૮૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂ તથા ત્રણ લાખ રૂપિયાની કિંમતની ગાડી એમ કુલ મળીને ૩,૦૮,૦૦૦ ની કિંમત ના મુદ્દા માલ સાથે આરોપી મુકેશભાઈ રતિલાલ પરમાર (૩૫) રહે મુળી જિલ્લો સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે અને આ દારૂનો જથ્થો મુન્નાભાઈ રાજપુત નામના શખ્સે મંગાવ્યો હોવાનું સામે આવતા પોલીસે બંને શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી મુન્નાભાઈ રાજપૂતને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

એક બોટલ દારૂ

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન રોડ તરફ જવાના રસ્તેથી પસાર થઈ રહેલા શખ્સ રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે આરોપી સરદારસિંહ ઉર્ફે પ્રવિણસિંહ સોઢા જાતે દરબાર (૩૫) રહે રબારીવાસની બાજુમાં બેલા મૂળ રહે શ્યામજી કૃષ્ણવર્મા નગર પાંધ્રો તાલુકો લખપત વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News