મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટરમાંથી ૯૫ બોટલ દારૂ સાથે મહિલા બુટલેગરની ધરપકડ: એકની શોધખોળ


SHARE







મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટરમાંથી ૯૫ બોટલ દારૂ સાથે મહિલા બુટલેગરની ધરપકડ: એકની શોધખોળ

મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટરમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી દારૂની ૯૫ બોટલો સાથે મહિલા બુટલેગર મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૫,૨૨૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને મહિલા આરોપીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી દારૂ આપનારા શખ્સનું નામ સામે આવ્યું હોય પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ નજીક પ્રધાનમંત્રી આવાસ યોજનાના બ્લોક નંબર-૫ ક્વાર્ટર નંબર-૧૦ માં રહેતા સંગીતાબેનના ઘરમાં દારૂનો જથ્થો હોવા અંગેની પોલીસને ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૯૫ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૨૫,૨૨૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને મહિલા બુટલેગર સંગીતાબેન જીગ્નેશગીરી ગોસ્વામી જાતે બાબાજી (૩૧) રહે. પ્રધાનમંત્રી આવાસ યોજના બ્લોક નંબર-૫ ક્વાર્ટર નંબર-૧૦ મોરબી વાળીની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂની બોટલો તેને વેચાણ કરવા માટે થઈને જુનેદભાઈ તૈયબભાઈ ચાનીયા રહે. કાલિકા પ્લોટ સાયન્ટિફિક મેઇન રોડ મોરબી વાળો આપી ગયો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મહિલા સારવારમાં
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્કમાં રહેતા શીતલબેન બીપીનભાઈ શ્રીમાળી (૨૪) નામની મહિલાને તેના પતિએ ઘરે માર મારતા ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળ વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

યુવાન સારવારમાં
મોરબીના જેલ રોડ ઉપર આવેલ બોરીચાવાસમાં રહેતા ઈસ્માઈલ અમીનભાઈ જંગીયા (૩૦) નામના યુવાનને નગરપાલિકા પાસે રમેશ લાભુભાઈ નામના વ્યક્તિએ કાચની બોટલ મારતા ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનવાની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News