મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ જુગારી પકડ્યા


SHARE







મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ જુગારી પકડ્યા

મોરબીના વીસીપારમાં ચાર ગોદામ પાસે જાહેરમાં જુગાર રમતા અંગેની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ત્રણ મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૬,૬૦૦ ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વીસીપારમાં ચાર ગોદામ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા વિશાલ ભુપતભાઈ બારૈયા (૨૭) રહે ચરાડવા, સંજય ઉર્ફે ચનો સવજીભાઈ કુંવરિયા (૨૭) રહે. ત્રાજપર,  રંજનબેન ભુપતભાઈ બારૈયા (૪૮) રહે ચરાડવા, મુમતાજબેન હસનભાઈ પીંજારા (૨૮) રહે વીસીપરા અને ગીતાબેન રમેશભાઈ ધરજીયા (૩૨) રહે. રણછોડનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે સ્થળ ઉપરથી તેની ૧૬,૬૦૦ ની રોકડ સાથે ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મહિલા સારવારમાં

મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે અરુણોદયનગર વિસ્તારમાં રહેતા વિમળાબેન કનુભાઈ પાંચાણી (૭૪) વર્ષના વૃદ્ધા બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે સોસાયટીના નાકા પાસે બાઈક સ્લીપ થતા અકસ્માતે તેઓ બાઈકમાંથી નીચે પડ્યા હતા અને જેથી તેને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે હરિઓમ પાન નજીકથી ચાવડા સંજયભાઈ રમેશભાઈ નામના વ્યક્તિ બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલાકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ઇજા પામેલ વ્યક્તિને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવેલ છે






Latest News