મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અધિક માસની અમાસ નિમિત્તે ૨૦ માતાઓનું સેવા-સન્માન મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા, 1.97 લાખનો મુદામાલ કબ્જે: 2 ની શોધખોળ  મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન કોરોનાએ છીનવી માતાની છત્રછાયા તો સરકાર બની માવતર: મોરબીની દીકરીને લગ્ન પ્રસંગે મળી બે લાખની આર્થિક સહાય PM CARES for Children: મોરબીના કલેક્ટરે બાળકો સાથે વન-ટુ-વન સંવાદ યોજી આત્મીય માર્ગદર્શન આપ્યું મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ખાનગી કંપનીના વીજ પોલના વળતર મામલે ઉગ્ર બનતા ખેડૂતો: મોરબીના જેતપર ગામે હવે બિન રાજકીય આમરણાંત ઉપવાસ આંદોલનના માંડણ
Breaking news
Morbi Today

મોરબીના વિનાયક કોર્પોરેશનમાં લાગેલ આગથી બે કારખાનામાં કુલ મળીને ૩.૮૫ કરોડનું નુકશાન: તંત્રની ઘોરબેદરકારી


SHARE











મોરબીના વિનાયક કોર્પોરેશનમાં લાગેલ આગથી બે કારખાનામાં કુલ મળીને ૩.૮૫ કરોડનું નુકશાન: તંત્રની ઘોરબેદરકારી

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે વિનાયક કોર્પોરેશન નામના વેર હાઉસમાં આગ લાગી હતી અને તે કાબુમાં સમયસર ન આવી હોવાથી બાજુમાં આવેલ કારખાનામાં પણ આગ પ્રસરી ગઈ હતી અને આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં કારખાનું સો ટકા બળીને ખાખ થઈ ગયું છે જેથી કરીને બંને કારખાનામાં કુલ મળીને ૩.૮૫ કરોડ થી વધુનું નુકશાન થયું હોવાની જાણ કારખાનેદાર દ્વારા મોરબી તાલુકા પોલીસને કરવામાં આવેલ છે

મોરબીની આસપાસમાં સીરામીક સહિતના નાના-મોટા ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલા કારખાને આવેલા છે અને તેમાં ગમે ત્યારે આગ અકસ્માતની ઘટનાઓ થતી હોય છે તેમ છતાં પણ મોરબીમાં આજની તારીખે કોઈ અધ્યતન ફાયર સ્ટેશનની સુવિધા નથી મોરબીના સિરામિક એસોસિયેશન, પેપરમીલ એસોસિએશન સહિતના જુદા જુદા એસોસિયેશન દ્વારા લગભગ પાંચ વર્ષ પહેલા મોરબીને અધ્યતન ફાયર સ્ટેશન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તેમ છતાં આજની તારીખે ફાયરના ટાંચા સાધનોથી જ આગને કાબૂમાં લેવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે તેવામાં મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ વિનાયક કોર્પોરેશન નામના વેરહાઉસની અંદર બુધવારે બપોરે બે વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના બની હતી અને તે ઘટનાના ૨૪ કલાક સુધી આગ સંપૂર્ણ કાબુમાં આવી ન હતી જેથી આખેઆખું કારખાનું બનીને ખા થઈ ગયું હતું અને કારખાનાની અંદર રાખવામાં આવેલ તમામ માલ તેની સાથો સાથ ઓફિસની અંદર રાખવામા આવેલ માલની ખરીદી તથા વેચાણ માટે મુકવામાં આવેલા દસ્તાવેજી, લેપટોપ, કોમ્પ્યુટર અને રોકડા રૂપિયા પણ બળીને ખાખ થઈ ગયા હતા આટલું જ નહીં બાજુના કારખાનામાં પણ આગ પ્રસરી હોવાથી ત્યાં પણ મોટું નુકશાન થયેલ છે

હાલમાં રફાળેશ્વર પાસે વિનાયક વેરહાઉસમાં આગ લાગવાની ઘટના બની હતી તે અંગેની મૂળ મોટીબારાર ગામના રહેવાસી અને હાલમાં રાજકોટના કાલાવાડ રોડ ઉપર આવેલ પેન્ટાગોન એપાર્ટમેન્ટ એ વિંગ ફ્લેટ નંબ-૫૦૫ માં રહેતા પંકજભાઈ પ્રવીણભાઈ ભટ્ટ (૪૦)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આગ લાગવાની આ ઘટના સંદર્ભે જાણવા જોગ ફરિયાદ આપી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, જાંબુડીયા ગામની સીમમાં સરોવર પોર્ટકો હોટલની પાછળના ભાગમાં વિનાયક કોર્પોરેશન નામનું તેમનું વેરહાઉસ આવેલું છે અને ત્યાં આગ લાગવાની ઘટના બની હતી અને આ આગ સમયસર કંટ્રોલમાં ન આવવાના કારણે તે કારખાને વેરહાઉસની બાજુમાં આવેલ પવનપુત્ર ઇન્ડસ્ટ્રીઝમાં પણ આગ પ્રસરી ગઈ હતી અને બંને કારખાનામાં બહુ મોટું નુકસાન થયેલ છે

તેમના જણાવ્યા પ્રમાણે વેરહાઉસની અંદર કોઈ કારણોસર ઇલેક્ટ્રીક મીટર પાસે શોર્ટ સર્કિટ થયા બાદ વિનય કોર્પોરેશનના ગોડાઉનની અંદર પ્લાસ્ટિકની વસ્તુઓ તેમજ પુઠા અને બોક્સ પડ્યા હતા તેમાં આગ લાગતા ટોયલેટના સીટ કવર તેમજ ટાંકીના ફીટીંગ બોક્સ અને ઓફિસની અંદર રાખવામાં આવેલ વસ્તુઓ આગમાં સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે આટલું જ નહીં પરંતુ વેરહાઉસનો શેડ અને બાંધકામ પણ તૂટી ગયા છે જેથી કરીને સાડા ત્રણ કરોડથી વધુનું નુકસાન તેઓને થયેલ છે તેમજ તેમની બાજુમાં આવેલ પવનસુત ઇન્ડસ્ટ્રીઝમાં આગ પ્રસરી જવાના કારણે ત્યાં પડેલા ટોયલેટ સીટ કવરના ૮૦૦ બોક્સ તેમજ ૪૦૦ ફલ્સ ટાંકીના બોક્સ અને પાંચ ટન જેટલા પ્લાસ્ટિકના દાણા તથા ગોડાઉનમાં રાખેલ ૧૦,૦૦૦ ખાલી પુઠા અને ગોડાઉનમાં રાખવામાં આવેલ એસેમ્બલ સિવાયના ચાર હજાર કિલો જેટલા પ્લાસ્ટિકના દાણા તેમજ અન્ય રોમટીરીયલ મળીને આશરે ૩૫ લાખ રૂપિયાનું નુકસાન થયેલ છે આમ મોરબીના રફાળેશ્વર ગામ પાસે વિનાયક કોર્પોરેશનમાં લાગેલી આગના લીધે વિનાયક કોર્પોરેશન તથા પવનસુત ઇન્ડસ્ટ્રીઝમાં મળીને ૩.૮૫ કરોડથી વધુનું નુકસાન થયું છે જે બનાવની પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી અને વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.ડી. જોગેલા ચલાવી રહ્યા છે






Latest News