ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લો માત્ર નામનો !, સુવિધા તાલુકા કક્ષાની પણ નથી ?


SHARE











મોરબી જિલ્લો માત્ર નામનો !, સુવિધા તાલુકા કક્ષાની પણ નથી ?

મોરબીના ઉદ્યોગકારો દ્વારા દર વર્ષે સરકારને કરોડો રૂપિયાનો ટેક્સ આપવામાં આવે છે તો પણ અહીના ઉદ્યોગકારોને સારી પ્રાથમિક સુવિધા તો દૂરની વાત છે તેમના જાનમાલની સલામતી માટે સરકાર દ્વારા સારી અધ્યતન ફાયર બ્રિગેડની સુવિધા પણ આપવામાં આવતી નથી ત્યારે સરકારીની નીતિરીતિ સામે અહીના ઉદ્યોગકારીઓ હવે સવાલ ઉઠાવી રહ્યા છે

ઉદ્યોગકારોને વારંવારની નુકશાનીમાંથી રાહત કયારે મળશે ?

મોરબી જીલ્લામાં છેલ્લા વર્ષોમાં આગ અકસ્માતની ઘટના ઘણી બનેલ છે જો કે, ફાયરના ટાંચા સાધાનો હોવાના લીધે કારખાના કે પછી વેર હાઉસમાં આગ લાગે તેના કલાકો સુધી આગ કાબુમાં આવતી નથી જેથી કરીને ઉધોગકારોને લાખો નહીં કરોડો રુપિયાનું નુકશાન થયું છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને વારંવાર ઉદ્યોગકારોને સહન કરવી પડતી નુકશાનીમાંથી કાયમી રાહત માટે મોરબી જીલ્લામાં કયારે અધ્યતન ફાયર સ્ટેશન આપવામાં આવશે તે તો આગામી  સમય જ બતાવશે જો કેઆજની તારીખે મોરબી જીલ્લામાં કોઈ પણ જગ્યાએ આગા અકસ્માતની ઘટના બને ત્યારે વધુ નુકશાન થવા પાછળનું મુખ્યકારણ મોરબી જીલ્લામાં ફાયરની અપૂરતી સુવિધા છે તેવુ અહીના ઉદ્યોગકારો કહી રહ્યા છે

મોરબી જિલ્લો માત્ર નામનો ! સુવિધા તાલુકા કક્ષાની પણ નથી ?

મોરબી જીલ્લો બની ગયો તેને ઘણા વર્ષ થઈ ગયા છે પરંતુ હજુ સુધી લોકોની સલામતી માટે સારા ફાયર સ્ટેશનની સુવિધા તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી નથી અને ટાંચા સાધનોથી જ કોઈપણ સ્થળે આગ અકસ્માતની ઘટના બને તો તેને કંટ્રોલ કરવા માટેનું કામ કરવામાં આવે છે તે હક્કિત છે અને આ જીલ્લામાં વર્ષો પહેલા તાલુકો હતો ત્યારે જે ફાયર કંટ્રોલ કરવા માટેની વ્યવસ્થા હતી તેમાં આજની તારીખે કોઈ વધારો કરવામાં આવેલ નથી જેથી કરીને મોરબી જિલ્લો માત્ર નામનો જ છે બાકી અહીના ઉદ્યોગકારો અને સામાન્ય લોકોની સલામતી માટે તાલુકા કક્ષાની પણ ફાયરની સુવિધા નથી તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી

મોરબીને અદ્યતન ફાયરસ્ટેશન કયારે ? સરકાર સામે સૌથી મોટો સવાલ

છેલ્લા પાંચ વર્ષ કરતાં વધુ સમયથી મોરબીના ઔધોગિક વિકાસને ધ્યાનમાં રાખીને સિરામિક એસો.પેપર મિલ એસો. વિગેરે દ્વારા ઔધોગિક ઝોનની આજુબાજુમાં અદ્યતન ફાયરસ્ટેશન બનાવવાની જે માંગ કરવામાં આવી રહી છે જો કે, તેને ધ્યાને લઈને મોરબીમાં અધ્યતન ફાયર સ્ટેશન હજુ સુધી બનાવવામાં આવેલ નથી ત્યારે મોરબીના કારખાનેદારો અને લોકોની સલામતી માટે કયારે અદ્યતન ફાયરસ્ટેશન બનાવવામાં આવશે તે સરકાર સામે સૌથી મોટો સવાલ છ






Latest News