ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામ નજીક ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા આઠ વર્ષના બાળકને બંને પગમાં ઇજા: ગુનો નોંધાયો


SHARE











ટંકારાના ઓટાળા ગામ નજીક ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા આઠ વર્ષના બાળકને બંને પગમાં ઇજા: ગુનો નોંધાયો

ટંકારા તાલુકાના ઓટાળા ગામથી જોધપર ઝાલા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી ટ્રેક્ટર લઈને પસાર થઈ રહેલા શખ્સે આઠ વર્ષના બાળકને લીધો હતો જેથી કરીને તેને બંને પગના પંજાના ભાગે ઈજાઓ થઈ હતી અને જમણા પગમાં ફ્રેક્ચર જેવી ઈજા થયેલ છે જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલા બાળકના પિતા દ્વારા ટ્રેક્ટરના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના ઓટાળા ગામે લક્ષ્મણભાઈ વાઘજીભાઈ સિણોદિયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા પર્વતભાઈ સુનિયાભાઇ સંગોડ (૩૦)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેક્ટર ચાલક હરેશભાઈ શીવાભાઈ દેસાઈ રહે. ઓટાળા વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેનો દીકરો સાહિલ (૮) ઓટાળા ગામ થી જોધપર ઝાલા ગામ તરફ જવાના રસ્તા ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને ટ્રેક્ટર ચાલાકે ફૂલ સ્પીડમાં પોતાનું વાહન ચલાવીને તેને હડફેટે લીધો હતો જેથી સાહિલને બંને પગના પંજાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને જમણા પગમાં ફ્રેકચર જેવી ઇજા થયેલ છે જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ હાલમાં તે બાળકના પિતા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના આઇ.ટી. જામ ચલાવી રહ્યા છે

દેશી દારૂ

વાંકાનેરમાં જીનપરા જકાતનાકા હાઇવે રોડ ઉપરથી પસાર થતી સીએનજી સુપરકેરી વાહન નંબર જીજે ૩ બીવાય ૫૪૬૬ ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી ૩૨૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને ૬૪૦૦ ની કિંમતનો દારૂ તથા એક લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને ૧,૦૬,૪૦૦ નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી વિકીભાઈ બટુકભાઈ સોલંકી જાતે દેવીપુજક (૩૦) રહે. પોપટપરા સેન્ટ્રલ જેલ પાછળ રાજકોટ અને ભરતભાઈ હરિભાઈ જાડેજા જાતે દેવીપુજક (૫૨) રહે. કુબલીયા પરા શેરી નં-૫ રાજકોટ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News