મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વવાણિયા-મોટા દહીંસરામાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી: રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની માંગ


SHARE







મોરબી જિલ્લાના વવાણિયા-મોટા દહીંસરામાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી: રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની માંગ

માળીયા (મીં) તાલુકાના વવાણિયા અને મોટા દહીંસરા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનાં નેતાઓની ચૂંટણી પ્રચાર માટે ગામમાં પ્રવેશબંધી કરવામાં આવેલ છે અને રાજકોટ બેઠકનાં ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતિ મુજબ મોરબી જિલ્લાના માળીયા (મીં) તાલુકાના વવાણિયા અને મોટા દહિંસરાનાં ક્ષત્રિય સમાજ દ્વારા સોશ્યલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, “જયાં સુધી પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના નેતાઓ કે પ્રચારકોએ ચૂંટણી માટે ગામમાં પ્રવેશવું નહીં, અમારા માટે રાજકારણ કરતા વિશેષ અઢારેય વરણની બહેન દિકરીઓની આબરૂ છે અને એમના માટે અમારા બાપ દાદાએ માથાના બલિદાન આપ્યાનો ઇતિહાસ છે.ત્યારે, ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિષે ટિપ્પણી કરનારા પરસોતમ રૂપાલાની ટિકીટ રદ કરવામાં આવે તેવી માંગ કારમાં આવી છે અને જો તેની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો માળીયા (મીં) તાલુકાના વવાણિયા અને મોટા દહીસરા ગામના ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ભાજપ વિરૂદ્ધ મતદાન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે






Latest News