મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં મારામારી: બંને પક્ષેથી ચાર વ્યક્તિઓને ઈજા થતા સારવારમાં


SHARE







મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં મારામારી: બંને પક્ષેથી ચાર વ્યક્તિઓને ઈજા થતા સારવારમાં

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર પ્રેમજીનગરમાં મારામારીનો બનાવ બન્યો હતો અને મારામારીના આ બનાવમાં કુલ મળીને ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા ચારેય વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર પાસે પ્રેમજી નગરમાં મારામારીનો બનાવ બન્યો હતો અને મારામારીના આ બનાવમાં મનિષાબેન જગદીશભાઈ બારોટ (૧૬) રહે રફાળેશ્વર જગાભાઈ દુલાભાઈ બારોટ (૪૫) તથા સામા પક્ષેથી હીનાબેન રાહુલભાઈ જાદવ (૨૪) અને રાહુલ કરસનભાઈ જાદવ (૨૪) રહે બંને પ્રેમજીનગર વાળાઓને ઈજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત ચાલતમાં ચારેય વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

મારામારીમાં ઈજા

મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગર શેરી નંબર એકમાં રહેતા રાજેશભાઈ મુન્નાભાઈ ગોરાવા (૨૧) નામના યુવાનને મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે રફિકભાઈ નામના વ્યક્તિ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળ વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે






Latest News