મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં સીલીકોસીસએ વધુ એક સીરામીક કામદારનો ભોગ લેતા સીલીકોસીસ ઉપર કામ કરતી સંસ્થાએ કલેક્ટર સાથે  કરી મુલાકાત


SHARE







મોરબીમાં સીલીકોસીસએ વધુ એક સીરામીક કામદારનો ભોગ લેતા સીલીકોસીસ ઉપર કામ કરતી સંસ્થાએ કલેક્ટર સાથે  કરી મુલાકાત

પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટર ( PTRC ) વ્યવસાયીક આરોગ્ય પર કામ કરતી સ્વૈછીક સંસ્થા છે. મોરબી, સુરેંદ્રનગર અને રાજકોટ ખાતે જીવલેણ રોગ સીલીકોસીસ વિષે જાગૃતી અને કામદારના સલામતી અને આરોગ્ય સંબંધીત અધીકારો માટે કામ કરે છે. ૨૯ દીવસમાં ૩ સીલીકોસીસ પીડીતોના મૃત્યુના સમાચાર માધ્યમોમાં ચમકતાં મોરબી જિલ્લા કલેકટર દ્વારા તાત્કાલીક તપાસનો આદેશ કરી સંબંધીત વિભાગોના અધીકારીઓ તેમજ ઉધ્યોગના પ્રતીનીધીઓ સાથે બેઠક કરી સમસ્યાના ઉકેલ અંગે ચર્ચા કરી. મોરબી જીલ્લા કલેકટર કે. બી.ઝવેરી આ બાબતે કેટલા સંવેદનશીલ છે તે આ બાબત સુચવે છે.તા.૨૪-૩-૨૪ ના રોજ પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ સેન્ટર ( PTRC ) ના નીયામક જગદીશ પટેલે  કલેક્ટર  કે.બી.ઝવેરીની રૂબરૂ મુલાકાત કરી તેમનો આભાર માની કરખાના ધારાની વીવીધ કલમો ટાંકી સેનેટરી એકમોમાં ધુળના પ્રમાણને નીયંત્રીત કરી તેને કાયદામાં બતાવેલ મર્યાદા સુધી તેનું પ્રમાણ ઘટાડવાનો આગ્રહ કર્યો હતો.

સીલીકોસીસ અંગે સંસ્થાએ પ્રકાશીત કરેલ પ્રકાશનો ભેટ આપી સીલીકોસીસથી થતા મ્રુત્યુનો દર ઘટાડવાના સરકારના ઉમદા પ્રયાસોમાં પોતાનો સહકાર આપવાની ખાતરી આપી. “કાળમુખો સીલીકોસીસ” નામની પુસ્તીકા જોઇ કલેકટરએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી તેને તમામ ઉધ્યોગોમાં પહોંચાડવી જોઇએ તેવી લાગણી વ્યકત કરી હતી.દરમીયાન આ લખાય ત્યારે રાજકોટથી એક દુખદ સમાચાર મળ્યા છે.મોરબીના કારખાનાઓમાં કામ કરવાને કારણે સીલીકોસીસનો ભોગ બનેલા મકનસરના ભરતભાઇ પરમાર તબીબી સલાહને કારણે થોડા મહીનાથી રાજકોટ જઇ વસ્યા હતા.ગયા અઠવાડીયે તેમની તબીયત બગડતાં તેમને ઓક્સીજન મશીનની જરુર પડી. સંસ્થાએ વ્યવસ્થા કરી શકે તે પહેલાં જ તેમનું દુખદ અવસાન થયું. તેમનો મ્રુતદેહ મોરબી લાવવામાં આવ્યા બાદ તેમની અંતીમક્રીયા થયેલ હતી આ મુદ્દાને ગંભીરતાથી લેવો જરૂરી બન્યો છે.






Latest News