ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી 350 પેટી કરતાં વધુ દારૂ-બિયર ભરેલ આઇસર સાથે એકની ધરપકડ


SHARE











મોરબી જિલ્લાની વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી 350 પેટી કરતાં વધુ દારૂ-બિયર ભરેલ આઇસર સાથે એકની ધરપકડ

મોરબી જિલ્લામાં જુદા જુદા વિસ્તારોની અંદર દારૂ અને નશાકારક પદાર્થોનું વેચાણ રોકવા માટે થઈને સ્થાનિક પોલીસ તથા એલસીબી દ્વારા રેડ કરવામાં આવતી હોય છે તેવામાં મોરબી જિલ્લા એલસીબીની ટીમ વાંકાનેર બાઉન્ડ્રી પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલ આઇસરને રોકીને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂ બિયરનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવ્યો છે અને પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિવિધ પ્રમાણે દારૂ અને બિયરની 350 પેટી કરતાં વધુ માલ આઇસર વાહનમાંથી મળી આવ્યો છે જેથી કરીને વાહન અને દારૂ બિયરનો જથ્થો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવીને તેની ગણતરી શરૂ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે અને હાલમાં એક શખ્સની ધરપકડ કરી છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે

લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આગામી સાતમી મે ના રોજ લોકસભાની ગુજરાતની 26 બેઠકો માટે મતદાન થવાનું છે ત્યારે ચૂંટણીમાં દારૂની હેરાફેરી રોકવા માટે થઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તેવામાં મોરબી જિલ્લા એલસીબીની ટીમ વાંકાનેર બાઉન્ડ્રી પાસે પેટ્રોલિંગમાં હતી અને ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા આઇસરને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તે આઇસર વાહનમાંથી દારૂ અને બિયરની 350 પેટી કરતાં વધુ માલ મળી આવ્યો હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે જેથી કરીને આ દારૂ બિયરનો જથ્થો ભરેલ આઇસર વાહનને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવ્યું હોય હાલમાં વાહનમાં ભરેલ દારૂ અને બિયરના જથ્થાને ઉતારીને તેની ગણતરી કરવા માટેની કામગીરી ચાલુ હોવાની વિગતો સામે આવી રહી છે અને પોલીસે દારૂ, બિયર તથા વાહન મળીને લાખો રૂપિયાનો મુદ્દામાલ હાલમાં કબજે કર્યો છે અને એક શખ્સની ધરપકડ કરેલ છે તેમજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ રેડ સંદર્ભે ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવેલ છે જોકે આ દારૂ બિયરનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જતા હતા તે દિશામાં પોલીસે આગળની તપાસ કરવી જ શરૂ કરી છે






Latest News