મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં પરસોતમ રૂપાલાને સભા કે રેલી નહીં કરવા દઇએ: મોરબી જિલ્લા રાજપુત કરણી સેના


SHARE







ટંકારા તાલુકામાં પરસોતમ રૂપાલાને સભા કે રેલી નહીં કરવા દઇએ: મોરબી જિલ્લા રાજપુત કરણી સેના

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાને જે વાણી વિલાસ કર્યો હતો જેને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી ફાટી નીકળી છે અને ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા રાજપુત કરણી સેનાના પ્રમુખ દ્વારા રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવારને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી છે અને રાજકોટ બેઠકમાં આવતા ટંકારા તાલુકામાં પરોસતમ રૂપાલાની એક પણ સભા કે રેલી થવા દેશું નહીં.

મોરબી જિલ્લાના રાજપુત કરણી સેનાના પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ સોશ્યલ મીડિયામાં એક વિડીયો મૂકવામાં આવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ ક્ષત્રિય સમાજ દ્વારા છેલ્લા ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી છે જો કે, હજુ સુધી તેની ટિકિટ રદ કરવામાં આવેલ નથી ત્યારે આગામી દિવસોમાં ટંકારા તાલુકામાં પરસોતમ રૂપાલાની એક પણ સભા કે રેલી થવા દેશું નહીં. તેવી ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે અને જો સભા કે રેલી કરશે તો રાજપુત કરણી સેના મેદાને આવશે. અને જેલ ભરો આંદોલન કરવામાં આવશે તેવી તૈયારી મોરબી જિલ્લાના રાજપુત કરણી સેનાના પ્રમુખે દર્શાવેલ છે અને સ્વાભિમાનની આ લડાઈમાં કોઈપણ સંજોગોમાં ઝુકવામાં આવશે નહીં અને પરસોતમ રૂપાલાની ટિકિટ ભાજપ દ્વારા રદ કરવામાં આવે તેવી જ માંગ કરેલ છે






Latest News