મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રામપર પાડાબેકરમાં માતાના અવસાન બાદ ગામ જમણ કરાવવા આવેલ યુવાન સહિત બે વ્યક્તિને તેના સગા ભાઈએ માર માર્યો


SHARE







મોરબીના રામપર પાડાબેકરમાં માતાના અવસાન બાદ ગામ જમણ કરાવવા આવેલ યુવાન સહિત બે વ્યક્તિને તેના સગા ભાઈએ માર માર્યો 

મોરબી તાલુકાના રામપર પાડાબેકાર ગામના મૂળ રહેવાસી અને હાલમાં અમદાવાદ ખાતે રહેતા યુવાનના માતાનું થોડા દિવસો પહેલા અવસાન થયું હતું જેથી તે પોતાના ગામની અંદર ગામના લોકોને માતાના અવસાન બાદ જમાડવા માટે થઈને આવ્યો હતો ત્યારે ગામમાં જ રહેતા તેના મોટાભાઈએ તેની સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને ગાળો આપી હતી તેમજ લાકડી વડે માર માર્યો હતો. જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામા આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.. 

બનાવની જાણવા મળતી માહિતીમ મુજબ મૂળ રામપર પાડાબેકર ગામના રહેવાસી અને હાલમાં અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં સર્વોદય સ્કૂલની બાજુમાં રહેતા દયાલજીભાઈ માધવજીભાઈ જાવિયા જાતે કડિયા કુંભાર (૬૩)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભુપતભાઈ દેવજીભાઈ જાવિયા રહે. રામપર પાડાબેકર તાલુકો મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓને આરોપી ભુપતભાઈને અગાઉ મનદુખ થયેલું હોય તેઓ એકબીજા સાથે બોલતા ન હતા જોકે આરોપી ભુપતભાઈના નાનાભાઈ ભીખુભાઈ દેવજીભાઈ જાવિયા (૪૫) હાલ અમદાવાદ ખાતે રહે છે અને તે પણ ભુપતભાઈ સાથે બોલતા નથી જો કે, ગત તા. ૧૩ ના રોજ ભુપતભાઈ અને ભીખુભાઈના માતાનું અવસાન થયું હતું જેથી કરીને ભીખુભાઈ તેઓના ભાઈ ભુપતભાઈના ઘરે ગયા હતા ત્યારે ભુપતભાઈએ તેને તેઓના ઘરે આવવાની ના પાડી હતી જેથી ભીખુભાઈ ફરિયાદી દયાલજીભાઈ જાવિયાને ત્યાં રોકાયા હતા અને તેના માતાનું થોડા દિવસો પહેલા અવસાન થયેલ હોય તેને ગામ જમણનો જમણવાર કરવો હતો જે આરોપી ભુપતભાઈને સારું નહીં લાગતા તેણે ફરિયાદી દયાલજીભાઈ તથા ભીખુભાઈને ગાળો આપી હતી અને લાકડી વડે ફરિયાદીને માર માર્યો હતો તેમજ ભીખુભાઈને ઢીકાપાટુનો માર મારી ઝપાઝપી કરી ઝઘડો કર્યો હતો જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News