મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી સિરામિક યુનિટમાં કામ દરમિયાન પગથિયા ઉપરથી પડી જતા માથાના ભાગે ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE











મોરબી સિરામિક યુનિટમાં કામ દરમિયાન પગથિયા ઉપરથી પડી જતા માથાના ભાગે ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ કારખાનાની અંદર કામ કરતો યુવાન પગથિયા ઉપરથી નીચે પડી ગયો હતો તે દરમિયાનમાં તેના માથાના ભાગે ઈજા થવાથી તેને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે જેતપર રોડ ઉપર આવેલ કજરીયા વિટ્રિફાઇડ નામના યુનિટમાં મજુરી કામ દરમિયાન વિજય સુરેશભાઈ પારઘી (ઉમર ૨૬) હાલ રહે.કજરીયા સીરામીક વાળો કારખાનામાં કામ કરતો હતો ત્યારે પગથિયા ઉપરથી પડી ગયો હતો અને તેને માથાના ભાગે ઇજાઓ થવાથી જેતપરના પીએચસી ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતેથી યાદી આવતા હાલ તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

પગપાળા જતા આધેડ ઇજાગ્રસ્ત થતા સારવારમાં

મોરબીના વાઘપરા વિસ્તારની અંદર શેરી નંબર-૯ માં રહેતા રમણીકભાઈ વાલજીભાઈ ડાભી નામના ૫૧ વર્ષના આધેડને વાહન અકસ્માતમાં ઇજા થતાં અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.હોસ્પિટલમાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા તપાસ કરવામાં આવી હતી.જેમાં સામે આવ્યુ હતુ કે રમણીકભાઈ ડાભી જેલ રોડ ઉપર આવેલ કલ્યાણેશ્વર મહાદેવ મંદિર નજીકથી જતા હતા ત્યારે કોઇ બાઈક ચાલકે તેઓને હડફેટે લેતા પડી જતા તેમને ઇજાઓ પહોંચી હતી.

બાઈક સ્લીપ થતા ઇજા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાપાસીતારામ ચોકમાંથી બાઈક લઈને જઈ રહેલા પરેશભાઈ જસમતભાઈ કાનાણી (ઉંમર ૪૬) રહે.બાદનપર તા.જોડિયા વાળાનું બાઈક ત્યાં સ્લીપ થઈ ગયું હતું જેથી ઇજા પામેલ પરેશભાઇ કાનાણીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા હાલ ત્યાંથી બનાવની જાણ કરવામાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલચરીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

બાળક સારવારમાં

મોરબીના ગ્રીનચોક વિસ્તારની અંદર આવેલ રામજીયાણી શેરી વિસ્તારમાં રહેતો ઓમ વિશાલભાઈ પંડિત નામનો બાર વર્ષનો બાળક ઇજાગ્રસ્ત થતા મોરબીની સદભાવના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તે ઘર પાસે બાઈકના પાછળના ભાગે બેસીને જતો હતો ત્યારે શેરીમાં તે બાઈકના પાછળના ભાગેથી નીચે પડી ગયો હતો.તે બનાવમાં તેને ઇજાઓ થતા સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યો હતો.આ બાબતે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલે તપાસ કરી હતી.




Latest News