મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબી નજીકના ઊંચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ન્હાવા માટે યુવાન પડ્યો હતો ત્યારે ત્યાં કોઈ કરણોસર તે કેનાલના પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે આવેલ નોકેન કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો સરફરાજ સમતાજભાઈ અન્સારી (૧૯) નામનો યુવાન ઉંચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ન્હાવા માટે થઈને ગયો હતો ત્યારે કેનાલના પાણીમાં ડૂબી જવાના કારણે તેનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસે જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે ને આ બનાવની આગળ વધુ તપાસ જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે

બે બોટલ દારૂ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ચંદ્રેશનગર ગરબી ચોક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની નાની બે બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૦૦ ની કિંમતની દારૂની બોટલો સાથે ભાવેશભાઈ લાલજીભાઈ કોરીંગા જાતે પટેલ (૩૨) રહે સનાળા રોડ ચંદ્રેશનગર ગરબી ચોક પાસે મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News