મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબી: પિતાના સ્મરણાર્થે દીકરીએ રક્તદાન કેમ્પ, ગામ જમણ અને શબવાહિની સેવા શરૂ કરી


SHARE







મોરબી: પિતાના સ્મરણાર્થે દીકરીએ રક્તદાન કેમ્પ, ગામ જમણ અને શબવાહિની સેવા શરૂ કરી

પિતાને ખરા અર્થમાં શ્રદ્ધાંજલી આપવા માટે દિકરીએ પિતાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે વિવિધ સેવા પ્રકલ્પો યોજી પિતાને શ્રદ્ધાંજલી પાઠવી હતી. જ્યારે સમાજ પણ આ દિકરીના કાર્યને બિરદાવી રહ્યો છે. જેમાં મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલે  તેમના પિતા સ્વર્ગસ્થ નરભેરામભાઇ મોહનભાઈ ઉઘરેજાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૮ બોટલ રક્ત એકત્રિત થયું હતું. આ રક્તદાન કેમ્પમાં રક્તદાનએ મહાદાન ઉક્તિને ચરિતાર્થ કરવામાં આવી હતી. સાથે સાથે ચકલી ઘર તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સાંજે સમગ્ર દેરાળા ગામને ધુવાણા બંધ જમણવારનું તથા રાત્રે ધુન-ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પિતાના સ્મરણાર્થે દિકરી હેતલબેન દ્વારા શબવાહિની સેવામાં આપવામાં આવી હતી. મોરબી તથા મોરબીના આસપાસના ગામના લોકોને જરૂરિયાત હોય તેમને આ શબવાહિની સેવામાં આપવામાં આવશે. તેમજ મો. ૯૫૮૬૦ ૫૨૨૨૬ ઉપર સંપર્ક કરી શકશે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું હતું.






Latest News