મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા પરસોતમ રૂપાલાના વિરોધમાં કલેકટરને અપાયું આવેદનપત્ર


SHARE







મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા પરસોતમ રૂપાલાના વિરોધમાં કલેકટરને અપાયું આવેદનપત્ર

પરસોતમ રૂપાલા દ્વારા થોડા સમય પહેલા રાજકોટની અંદર રાજપૂત સમાજ વિશે જે અભદ્ર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો તેને લઈને રાજપૂત સમાજમાં આક્રોશની લાગણી ફેલાય છે અને રાજપુત કરણી સેના દ્વારા પરસોતમ રૂપાલા ની રાજકોટ થી ટિકિટ રદ કરવામાં આવે અને તેને કોઈ જગ્યાએ ટિકિટ ન આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે દરમ્યાન ગઈકાલે ગધેથડ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો ની હાજરીમાં પાટીદાર સમાજના લોકો પણ હાજર હતા ત્યારે લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ પોતે બોલેલા શબ્દો માટે જાહેરમાં માફી માગી હતી જોકે આજે મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી ચિમકી ઉચારવામાં આવી છે અને તેની ટિકિટ રદ કરવામાં આવી તેવી માંગ કરી છે વધુમાં તેમને જણાવ્યું હતું કે ગઈકાલે જે સમાધાન માટેની બેઠક મળી હતી તેમાં માત્ર ભાજપ સાથે જોડાયેલા રાજકીય આગેવાનો હાજર હતા ત્યાં શક્તિસિંહ ગોહિલ, શંકરસિંહ વાઘેલા વિગેરે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ કોઈ હાજર ન હતા અને આ સમાધાન તેઓને મંજૂર નથી અને પરસોતમભાઇ રૂપાલા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેની ટિકિટ રાજકોટ બેઠક ઉપરથી રદ કરવામાં આવે તેવી માંગણી કરેલ છે.






Latest News