ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘરમાંથી દારૂની ૨૭ બોટલ સાથે બે શખ્સની ધરપકડ


SHARE











વાંકાનેરમાં ઘરમાંથી દારૂની ૨૭ બોટલ સાથે બે શખ્સની ધરપકડ

વાંકાનેરમાં ગાયત્રી મંદિર સામે રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૨૭ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ અને એકટીવા મળીને ૪૦,૯૯૫ ની કિંમતનો મુદામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને બે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતિ મુજબ વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરમાં આવેલ ગાયત્રી મંદિર સામેના ભાગમાં રહેતા ચેતનભાઇ કુણાપરાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ચેતનભાઈના ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૨૭ બોટલો મળી આવતા પોલીસે ૧૦,૯૯૫ ની કિંમતની દારૂની બોટલો તથા ૩૦,૦૦૦ રૂપિયાની કિંમતનું એકટીવા આમ કુલ મળીને ૪૦,૯૯૫ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી ચેતનભાઇ ધીરજલાલ કુણપરા જાતે કોળી રહે મફતિયાપરા ગાયત્રી મંદિર સામે વાંકાનેર તેમજ કુલદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા રહે. આરોગ્યનગર શેરી નં-૪ વાંકાનેર વાળાની ધરપકડ કરી તે બંનેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ત્રણ બોટલ દારૂ

મોરબીના લાતી પ્લોટ શેરી નં-૪ માં રહેતા સમીર કટિયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સમીર કટિયાના ઘરમાંથી દારૂની ત્રણ બોટલ મળી આવતા પોલીસે ૧૫૬૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને પોલીસે જ્યારે દારૂની રેડ કરી હતી ત્યારે આરોપી નાસી ગયો હોય હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સમીરભાઈ કટિયા રહે લાતી પ્લોટ શેરી નં-૪ મોરબી વાળા ની સામે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

દેશી દારૂ

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા ભરતભાઈ દુદાણાના ઘરે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે તેના ઘરમાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ચારસો લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૮૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે આરોપી ભરતભાઈ બચુભાઈ દુદાણા જાતે કોળી રહે. કોળીવાસ જુના દેવળીયા તાલુકો હળવદ વાળો હાજર ન હોવાથી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News