મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ પાસે કારખાનામાં સ્પ્રેડાયરના કન્વેયર બેલ્ટમાં આવી જવાથી યુવાનનું મોત


SHARE







મોરબીના નીચી માંડલ પાસે કારખાનામાં સ્પ્રેડાયરના કન્વેયર બેલ્ટમાં આવી જવાથી યુવાનનું મોત

મોરબી તાલુકાના નીચી માંડલ ગામ પાસે આવેલ વિટ્રીફાઈડના કારખાનામાં સ્પ્રેડાયર વિભાગની અંદર કન્વેયર બેલ્ટમાં કોઈપણ કારણોસર યુવાન આવી ગયો હતો જેથી તે શ્રમિક યુવાનનું ગંભર ઇજા થવાના કારણે મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપી ના રતલામ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના નીચી માંડલ ગામ પાસે આવેલ સોનેક્ષ વિટ્રીફાઈડ કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રાજુભાઈ મોહનભાઈ ડીંડોડ જાતે આદિવાસી (૨૫) નામનો યુવાન સોનેક્ષ વિટ્રીફાઈડ કારખાનાના સ્પ્રેડાયર વિભાગમાં કામગીરી કરી રહ્યો હતો ત્યારે કોઈપણ કારણોસર સ્પ્રેડાયરના કન્વેયર બેલ્ટમાં આવી જતા રાજુભાઈને શરીરને ગંભીર ઈજા થઇ હોવાથી તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે

ઝેરી પદાર્થ પી લીધો

મોરબી શહેરના વજેપર વિસ્તારની અંદર રહેતા જયેશભાઈ ભુરાભાઈ કંઝારીયા (૧૮) નામના યુવાને ઝેરી પદાર્થ પી લેતા તેને અર્ધબેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી અને તેઓ પાસેથી મળતી વિગત પ્રમાણે યુવાને કામ ધંધો કરવા માટે અને બાઈક ધીમુ ચલાવવા માટે  કહેતા તેને આ પગલું ભર્યું હતું તેવું તેના પરિવારજનો પાસેથી જાણવા મળેલ છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News