ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

રાજકોટના આધેડે કોટડા નાયાણી ગામે પોતાની જ વાડીમાં અંતિમ પગલું ભત્રી લેતા મોત


SHARE











રાજકોટના આધેડે કોટડા નાયાણી ગામે પોતાની જ વાડીમાં અંતિમ પગલું ભત્રી લેતા મોત 

રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ તીરૂપ્તી પાર્કમાં રહેતા આધેડને મોઢામાં પડેલા ચાંદા મટતા ન હોવાથી બીમારીથી કંટાળી ગયા હતા અને તેઓ રાજકોટથી વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે આવેલ પોતાની વાડી આવ્યા હતા અને ત્યાં ખેત ઉપયોગી ઝેરી દવા પી ગયા બાદ તેને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની મૃતકના દીકરાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ તીરૂપ્તી પાર્ક શેરી નં-૨ માં રહેતા સુરેશભાઈ મોહનભાઈ લીંબાસીયા જાતે પટેલ (૫૩) નામના આધેડે વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામની સીમમાં તેની પોતાની વાડીએ ઝેરી દવા પી લીધા બાદ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવ અંગેની મૃતકના દીકરા રવિભાઈ સુરેશભાઈ લીંબાસીયા જાતે પટેલ (૨૬) રહે. તીરૂપ્તી પાર્ક શેરી નં-૨ ગ્રીનલેન્ડ ચોકડી પાસે રાજકોટ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસને આ બનાવની જાણ કરી હતી અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક આધેડને મોઢામાં પડેલા ચાંદા મટતા ન હતા અને તે પોતાની બીમારીથી કંટાળી ગયા હોય તેઓ રાજકોટથી તેઓની વાડી કોટડા નાયાણી ગામે આવેલ છે ત્યાં આવ્યા હતા અને ત્યાં તેણે પોતાની જાતે આપઘાત કરી લીધેલ છે આ બનાવ અંગેની હાલમાં પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ કે.બી. જાડેજા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝ પાસે બે બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં હળવદના ભવાનીનગર વિસ્તારમાં રહેતા સીપરા પાર્થ મનીષભાઈ (૧૩) નામના બાળકને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News