મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકમાં દીકરીની નિર્મમ હત્યના ગુનામાં પકડાયેલ માતા, પિતા અને બહેન જેલ હવાલે


SHARE







વાંકાનેર તાલુકમાં દીકરીની નિર્મમ હત્યના ગુનામાં પકડાયેલ માતા, પિતા અને બહેન જેલ હવાલે

વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે રહેતી સગીરાને પ્રેમ સંબંધ હોય પ્રેમી સાથે મોબાઈલ ફોન દીકરી વાત કરી રહી હતી તેને તેની માતાએ પકડી હતી અને ત્યાર બાદ રાતના સમયે તે સગીરાની નિર્મમ હત્યા કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે સગીરાના માતા, પિતા અને બહેનની ધરપકડ કરી હતી અને આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને ત્રણેયને જેલ હવેલ કરેલ છે

વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે રહેતા દિનેશભાઈ ગૌરીદાસ ગોંડલીયા જાતે બાવાજી (૪૪)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ રવિરામભાઈ ગોંડલીયાસુરેખાબેન મહેશભાઈ ગોંડલીયા અને હિરલ મહેશભાઈ ગોંડલીયા રહે. બધા દિઘલીયા વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે આરોપી મહેશભાઈ ગોંડલીયાની દીકરી રીંકલ મહેશભાઈ ગોંડલીયા (૧૬) ની હત્યા તેની માતાપિતા અને બહેને કરેલ છે જે ગુનામાં પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે આ બનાવ ઉપર નજર કરીએ તો આરોપી બહેન હિરલ મહેશભાઈ ગોંડલીયા નણદોય રાહુલ કાપડીયા સાથે મૃતક સગીરા રીંકલ મહેશભાઈ ગોંડલીયાને પ્રેમ સંબંધ હતો અને તે તેની સાથે મોબાઈલ ફોન ઉપર વાત કરતી હતી જે વાત કરવાની તેની માતા સુરેખાબેને ના પડી હતી તો પણ રીંકલ તેના પ્રેમી સાથે મોબાઈલ ફોન ઉપર વાત કરતી હતી અને જો રીંકલ કોઈ પગલું ભારે તો તેની મોટી બહેનનું ઘર પણ તૂટશે તેવી ચિંતામાં સુરેખાબેને રીંકલના મોઢા ઉપર ઓશિકાથી મૂંગો દઈ દીધો હતો અને હાથેથી તથા દુપટ્ટા વડે ગળા ટૂંપો આપીને રીંકલની હત્યા કરી નાખી હતી ત્યારે તેની બહેને તેના હાથ પકડ્યા હતા અને પિતાએ પગ પકડી રાખ્યા હતા હાલમાં આ ગુનામાં પકડેલા ત્રણેય આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે






Latest News