વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઓવરબ્રિજ ઉપર બાઈક સ્લીપ થતા યુવાન તેમજ બાઇક સ્લીપ થતા આધેડ મહિલા સારવારમાં


SHARE











મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઓવરબ્રિજ ઉપર બાઈક સ્લીપ થતા યુવાન તેમજ બાઇક સ્લીપ થતા આધેડ મહિલા સારવારમાં

મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઉપર ઓવરબ્રીજ ઉપરથી બાઈક લઈને જતા સમયે ત્યાં બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજા પામેલ યુવાનને તેમજ મોરબીના રવાપર રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જતા ઇજા પામેલ આધેડ મહિલાને સારવારમાં ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઓવરબ્રિજ ઉપરથી બાઈક લઈને જઈ રહેલા શીવાભાઈ ગણેશભાઈ કંજારિયા (ઉમર ૩૨) રહે.માંગરની વાડી કંડલા બાયપાસ મોરબી વાળાનું બાઈક ત્યાં ઓવરબ્રીજ ઉપર સ્લીપ થઈ ગયું હતું અને જેથી ઇજા પામેલ શિવાભાઈ કંજારિયાને સારવારમાં સિવિલે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતેથી આ અકસ્માત બનાવની યાદી આવતાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પહોંચીને તપાસ કરી હતી. જ્યારે વાહન અકસ્માતનો બીજો બનાવ મોરબીના રવાપર રોડ ઉપર બન્યો હતો.જેમાં નીલકંઠ સ્કૂલ પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં નયનાબેન ભુપતરાય ઠાકર (૫૬) રહે.જાની શેરી દરબાર ગઢ પાસે નામની આધેડ મહિલાને ઇજાઓ થતા ખાનગી ઓમ ઓર્થોપેડીક હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ નોંધ કરીને તપાસ કરી હતી.

દવા પી જતા સારવારમાં

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં શેરી નંબર-૪ માં રહેતા મંજુબેન રવિભાઈ સોલંકી નામની ૨૫ વર્ષીય મહિલાએ ઘરવાળા સાથે ઝઘડો થતાં આ બાબતે લાગી આવતા કંટાળી જઈને દવા પી લીધી હતી.જેથી કરીને તેણીને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.હોસ્પિટલ ખાતેથી આ બાબતે એ ડિવિઝન પોલીસમાં યાદી મોકલવામાં આવી હતી.જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા આ બનાવ સંદર્ભે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.જ્યારે હળવદના પ્રકાશનગર વિસ્તારમાં રહેતા હનીફાબેન શૈલેષભાઈ રાઠવા નામની ૧૮ વર્ષીય યુવતી કોઈ અજાણી દવા પી ગઈ હતી.જેથી કરીને તેણીને પણ મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી અત્રે તેણીની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે હોસ્પિટલ ખાતેથી યાદી મોકલવામાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરીને આ બનાવ હળવદ પંથકનો હોય આગળની તપાસ અર્થે હળવદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા પામેલ મહિલા સારવારમાં

મોરબીના ટંકારા ખાતે રહેતા કરીમાબેન અસરફભાઈ ફકીર નામની ૨૫ વર્ષીય મહિલાને તા.૨૭-૩ ના સાંજના ચારેક વાગ્યાના અરસામાં મોરબીના જુના બસ સ્ટેશન પાસે આવેલ મચ્છી પીઠ નજીક મારામારીના બનાવમાં ઈજા થતાં સારવારમાં સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.પતિ, સાસુ અને દિયર દ્વારા તેણીને માર મારવામાં આવતા તેણીને સારવારમાં લાવવામાં આવ્યા હતા.તેમ તેણીએ પોલીસને જણાવેલ છે.આ બાબતે એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News