ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના જીનપરામાં ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સનીની ધરપકડ, બે શખ્સોની શોધખોળ


SHARE











વાંકાનેરના જીનપરામાં ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સનીની ધરપકડ, બે શખ્સોની શોધખોળ

વાંકાનેરના જીનપરા વિસ્તારમાં શેરી નં-૧૧ પાસે ચામુંડા પાન નજીક જાહેરમાં ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સની પોલીસ દ્વારા ધરપકડ કરી ૧૦૪૦૦ રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે અને એક શખ્સનું નામ તેમજ બીજાનો મોબાઈલ નંબર સામે આવ્યા છે જેથી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં શેરી નં-૧૧ પાસે ચામુંડા પાન નજીક જાહેરમાં રાજસ્થાન રોયલ અને દિલ્હી કેપિટલની ટીમ વચ્ચે ચાલતી ૨૦-૨૦ ક્રિકેટ મેચમાં રનફેરનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે આરોપી નીતિનભાઈ રસિકભાઈ વીંજવાડીયા જાતે કોળી (૨૪) રહે. જીનપરા શેરી નં-૧૧ વાંકાનેર વાળાની ધરપકડ કરી છે અને તેની પાસેથી ૫૪૦૦ રોકડા અને ૫૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન આમ કુલ મળીને ૧૦,૪૦૦ નો મુદામાલ કબજે કર્યો છે અને આ શખ્સ કૃપાલસિંહ સહદેવસિંહ ઝાલા રહે. આસ્થા ગ્રીન સોસાયટી વાંકાનેર વાળાના કહેવાથી મોબાઈલ નંબર ૭૮૭૮૬ ૮ ૧૫૫૦ ના ધારક સાથે ક્રિકેટ સટ્ટો રમતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ ત્રણેય શખ્સોની સામે હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી બે આરોપી પકડવાના બાકી છે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વરલી જુગાર

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર પાસે અમૃત પાર્કમાં બંસી પાન પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી તેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી સંજયભાઈ જલાભાઈ જિંજવાડીયા જાતે કોળી (૩૪) રહે. રણછોડનગર અમૃત પાર્ક મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય કપાત કરાવીને મેળવેલ ૨૧૫૦ તથા ૫૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન આમ કુલ મળીને ૭૧૫૦ ની કિંમતના મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી અને આ શખ્સ જીવરાજભાઈ શંકરભાઈ ધામેચા જાતે કોળી (૪૭) રહે. સાઈબાબાના મંદિર પાસે રણછોડનગર વાળા પાસે કપાત કરાવતો હોવાનું સામે આવ્યું હોય પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News