ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ગુજસીટોકના વોંટેડ આરોપી આરીફ મીરની બે સહિત ૧૫ મિલ્કતો સીલ: હજુ ૧૫ સામે તોડતી કાર્યવાહી


SHARE











મોરબીના ગુજસીટોકના વોંટેડ આરોપી આરીફ મીરની બે સહિત ૧૫ મિલ્કતો સીલ: હજુ ૧૫ સામે તોડતી કાર્યવાહી

મોરબીમાં ગુજસીટોકનો ગુનો નોંધાયેલ છે તે આરોપીઓની ગુના કરીને વસાવેલ મિકલતોને જપ્ત કરવા માટે ગૃહ વિભાગમાં દરખાસ્ત મોકલાવવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા હાલમાં મોતબી જીલ્લામાં ગુજસીટોકના વોંટેડ આરોપી આરીફ મીર સહિતના આરોપીઓની મિકલતોને સીલ કરવા માટેની કામગીરી ડીવાયએસપી સહિતની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે અને આ ઝુંબેશ આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહેવાની છે અને મોરબીમાં લગભગ ૨૫ થી વધુ મિલકતોને પોલીસ વિભાગ દ્વારા સીલ કરવામાં આવશે તેવી માહિતી જાણવા મળી રહી છે

રાજ્યમાં ગુના ખોરીને ડામવા માટે સરકારે ગુજસીટોકનો કાયદો અમલમાં મૂકવામાં આવેલ છે અને જે આરોપીઓની સામે ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવે છે તેની મિલકતોને જપ્ત કરવા સહિતની કામગીરી પોલીસ વિભાગ દ્વારા ગૃહ વિભાગમાંથી મંજૂરી લઈને કરવામાં આવતી હોય છે ત્યારે મોરબી જીલ્લામાં ગુજસીટોકના વોંટેડ આરોપી આરીફ મીર સહિતના આરોપીઓની મિકલતોને જપ્ત કરવા માટે મોરબીના ડીવાયએસપી પી.એ. ઝાલા દ્વારા દરખાસ્ત તૈયાર કરીને ગૃહ વિભાગમાં મોકલાવવામાં આવી હતી અને તે દરખાસ્તને મંજૂર કરવામાં આવેલ છે જેથી કરીને મોરબીના ડીવાયએસપી પી.એ. ઝાલા અને તેની ટીમ દ્વારા ગુજસીટોકના વોંટેડ આરોપી આરીફ મીર સહિતના આરોપીઓની મિકલતોને શોધી શોધીને સીલ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવેલ છે

હાલમાં પોલીસ વિભાગના સૂત્ર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ગુજસીટોકના વોંટેડ આરોપી આરીફ મીર સહિતના કુલ મળીને ૧૮ આરોપીઓની મિલકતોને સીલ કરવા માટેની દરખાસ્ત મોકલાવવામાં આવી હતી તેને મંજૂર કરવામાં આવેલ છે જેથી પોલીસે આ આરોપીઓની મિલકતોને સીલ કરવાનું શરૂ કરી દીધેલ છે અને ગુજસીટોકના વોંટેડ આરોપી આરીફ મીરની બે મિકલતો સહિત આજે પહેલા દિવસે કુલ મળીને ૧૫ જેટલી મિલકતોને સીલ કરવામાં આવેલ છે અને આ કામગીરી ત્રણ દિવસ સુધી ચાલુ જ રહેવાની છે જેમાં ગુજસીટોકના ગુનામાં અગાઉ પકડાયેલા ૧૫ આરોપીઓ તેમજ આ ગુનામાં વોંટેડ આરોપી આરીફ મીર સહિતના ત્રણ આરોપીઓની મિકલતોને સીલ કરવા માટેની કામગીરી ચાલી રહી છે વધુમાં મળતી માહિતી મુજબ આ આરોપીઓએ ગુના આચારીને તે આવકમાંથી મિલકતો વસવેલ છે જેથી કરીને આ આરોપીઓની કમર તોડી નાખવા માટે હાલમાં ગુજસીટોકના વોંટેડ આરોપી આરીફ મીર સહિતના આરોપીઓની મિલકત પોલીસ દ્વારા ધડાધડ સીલ કરવામાં આવી રહી છે જેથી કરીને હાલમાં ગુજસીટોકના આરોપીઓ સહિતના આરોપીઓમાં ફફડાટ વ્યાપી ગયેલ છે






Latest News