જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

હળવદના ચુંપણી ગામે આધેડની હત્યા કરનારા મૃતકના કૌટુંબિક ભાઈની ધરપકડ


SHARE











હળવદના ચુંપણી ગામે આધેડની હત્યા કરનારા મૃતકના કૌટુંબિક ભાઈની ધરપકડ

હળવદ તાલુકાના ચુંપણી ગામેથી બે કૌટુંબિક ભાઈઓ ચારેક દિવસ પહેલાં દ્વારકા અલગ-અલગ બાઈક લઈને દર્શન કરવા માટે ગયા હતા અને ત્યારે આધેડ તેના કૌટુંબિક ભાઈનો સંગાથ કરવા રહેલ ન હતા જે બાબતનું મનદુખ રાખીને તેને પોતાની વાડીના સેઢે નહીં ચાલવાનું કહી આધેડ ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારે છરીના પેટછાતી પડખાના ભાગે આડેધડ ઘા ઝીકિ દીધા હતા જેથી આધેડનું મોત નીપજયું હતું અને એક મહિલાને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને હાલમાં મૃતક આધેડના દીકરાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચુંપણી ગામે રહેતા રામાભાઇ મોહનભાઈ ઓળકિયા (૫૫) અને તેના કૌટુંબિક ભાઈ ગણેશભાઈ વાલજીભાઈ ઓળકિયા તેઓના ગામના ઝાપા પાસે હતા ત્યારે ત્યાં રામાભાઈ મોહનભાઈ ઓળકિયા ઉપર તેના કૌટુંબિક ભાઈએ છરી વડે છાતીપેટ અને પડખાના ભાગે છરીના ઘા ઝીકિ દીધા હતા જેથી તેને ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને રામાભાઇ મોહનભાઈ ઓળકિયાનું મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરા ભરતભાઈ રામાભાઈ ઓળકિયા (૩૨) રહે. ચુંપણી વાળાએ ગણેશભાઈ વાલજીભાઈ ઓળકિયાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જે હત્યાના ગુનામાં હાલમાં પોલીસે આરોપી ગણેશભાઈ ની ધરપકડ કરી તેના રીમાન્ડ લેવા માટે શરૂ કરી છે

 

હાલમાં પોલીસે જણાવ્યુ છે કેચારેક દિવસ પહેલા અલગ અલગ બાઈકમાં તેઓના પિતા રામાભાઇ અને તેના કૌટુંબીક કાકા ગણેશભાઈ દ્વારકા ગયા હતા ત્યારે ફરિયાદીના પિતા રામાભાઇ આરોપીનો સંગાથ કરવા માટે રહેલ ન હતા અને તે બાબતનું મનદુખ રાખીને ગણેશભાઈએ પોતાની વાડીના શેઢે નહીં ચાલવાનું કહ્યું હતું અને છરી વડે તેના ઉપર હુમલો કરી છાતીપેટ અને પડખાના ભાગે છરીના જીવલેણ ઘા ઝીકિ દીધા હતા જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને વાલીબેનને જમણા હાથની હથેળીમાં છરી મારીને ઇજા કરી હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને મૃતક આધેડા મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા આ બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ટી. વ્યાસ અને તેની ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આ આરોપી ઉપર અગાઉ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં બે અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલ હોવાની માહિતી પોલીસ પાસેથી જાણવા મળે છે






Latest News