મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામે નદીમાં ન્હાવા ગયેલા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE







ટંકારાના ઓટાળા ગામે નદીમાં ન્હાવા ગયેલા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

ટંકારા તાલુકાના ઓટાળા ગામે બંગાવડી નદીમાં ન્હાવા માટે યુવાન ગયો હતો ત્યારે કોઈ કારણોસર તે નદીના પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા ભરતભાઈ રઘુભાઈ છીપરીયા જાતે કોળી (૩૭) નામનો યુવાન ગામ પાસે આવેલ બંગાવડી નદીમાં ન્હાવા માટે થઈને ગયો હતો ત્યારે કોઈપણ કારણોસર તે નદીના પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ આઇ.ટી. જામ ચલાવી રહ્યા છે

માર માર્યો

મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા ગોપાલભાઈ દેવશીભાઇ રાઠોડ (૫૬) નામના વૃદ્ધને તેના દીકરાએ માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે






Latest News