મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજના જુના એતિહાસિક બિલ્ડીંગને હેરીટેજ સાઈટ જાહેર કરવા મુખ્યમંત્રી સમક્ષ માંગ


SHARE







મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજના જુના એતિહાસિક બિલ્ડીંગને હેરીટેજ સાઈટ જાહેર કરવા મુખ્યમંત્રી સમક્ષ માંગ

મોરબીના સેતુબંધ ફાઉન્ડેશન દ્રારા રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખીત રજુઆત કરીને મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજના જુના એતિહાસિક બિલ્ડીંગને હેરીટેજ સાઈટ જાહેર કરવા રજૂઆત કરવામા આવેલ છે.

મોરબીમાં એન્જીનીયરીંગ કોલેજ દેશની પ્રથમ દસ કોલેજો માંહેની એક છે.૧૯૫૧ ની સાલમાં અહીં કોલેજ ચાલુ કરવા માટે તે સમયના મોરબી સ્ટેટ રા.રા.મહારાજશ્રીએ પોતાના જુના મહેલના તમામ મકાનો દાનમાં આપેલા અને આમ એક વૈભવી અને એતિહાસિક મહેલના ઓરડાઓમાં એન્જીનીયરીંગ કોલેજ ચાલુ કરાવેલ હતી.જેનાથી ગુજરાત સરકાર સારી રીતે વિદિત છે.આ એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરીને કેટલાય વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી બનાવી છે અને તેમના કેટલાયે ગુજરાત સરકાર તેમજ અન્ય રાજ્યોમાં અને કેન્દ્ર સરકારમાં ઉચ્ચ હોદાઓ પર પણ સેવા આપેલ  છે અને હજુ પણ આ ક્રમ ચાલુ છે. આ કોલેજમાં અભ્યાસ કર્યાં બાદ એમાં ઘણા લોકો વિદેશમાં પણ ઉચ્ચ હોદાઓ પર આજે પણ પોતાની સેવા આપીને આ કોલેજ તેમજ ગુજરાત રાજ્ય તેમજ દેશને ગૌરવ અપાવી રહ્યા છે. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાંથી આવીને પણ આ કોલેજમાં અભ્યાસ કરીને કેટલાક વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી બનાવેલ છે.હાલમાં પણ આ કોલેજમાં જુદા જુદા અભ્યાસક્રમોમાં ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા.

 

મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજનું આ પેલેસ બિલ્ડીંગ એક અભૂતપૂર્વ અને આગવો ઈતિહાસ ધરાવે છે. આ પેલેસ વુડન (લાકડાના) સ્ટ્રક્ચરમાંથી બનેલ છે. જે ભારતમાં એક યુનિક નજરાણું  છે.એ જમાનામાં વિદેશથી નિષ્ણાતોને બોલાવી તેઓના માર્ગદર્શન પ્રમાણે બનાવેલ આ મહેલ છે.જેને જાળવવું જરૂરી છે. રા.રા. મહારાજાશ્રીની દીર્ઘદ્રષ્ટિ અને શિક્ષણ પ્રત્યેની તેઓની ઉચ્ચ ભાવનાનો આ જીવતો જાગતો નમુનો કહેવાય. ૧૯૫૧ થી આ કોલેજમાં અભ્યાસ કરીને ગયેલા દરેક એન્જીનીયરો માટે પોતાની કોલેજનું આ એક અવિસ્મરણીય સભારણું છે.એક યાત્રાધામ જેવું પવિત્ર સરસ્વતી મંદિર સમાન છે.માત્ર મોરબી જ નહી પણ ગુજરાત માટે પણ આ કોલેજ ગૌરવ સમાન છે.આપણું ગુજરાત દેશના તમામ ક્ષેત્ર આગળ છે. ત્યારે આવા અગત્યના મોન્યુમેન્ટ ની જાળવણી થાય તે અંત્યંત જરૂરી છે.આ એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરી ગયેલા દરેક વિદ્યાર્થી સ્વેચ્છિક રીતે જોડાઈ શકે એવું એક ગ્રુપ બનાવેલ છે.જેના દ્રારા આ વિરાસત ટને હેરીટેજ જાહેર કરવા યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરેલ છે.જર્જરિત હાલતને લીધે હવે આ કોલેજના જુના ઓરડાઓ માં અભ્યાસનું કામ કરવામાં આવતું નથી.હવેના સમયમાં આવું બિલ્ડીંગ ફરીવાર બનાવવું ખુબજ કઠીન છે.એટેલે આ કોલેજની ઈમારતો હેરીટેજ સાઈટમાં સમાવવામાં આવેલ તેવી સંસ્થાની લાગણી અને માંગણી છે.આ કામો માટે અહીં ભણી ગયેલા ઇજનેરો પોતાનાથી થતો  ટેકનીકલ સહયોગ આપવા માટે પણ તૈયાર છે અને તેઓ ગુજરાત સરકારને અપીલ કરે છેકે મોરબીમાં અન્ય ઘણી જગ્યા અને વિરાસતોને હેરીટેઈજ જાહેર કરેલ છે. ત્યારે આ કોલેજોની ઈમારતોને પણ હેરીટેજ સાઈટ જાહેર કરવામાં આવે અને ઈમારતોનું તાત્કાલિક વહેલી તકે મરામત કામ માટે જરૂરી ગ્રાન્ટ ફાળવવામાં આવે. આ ઉપરાંત મોરબીમાં ઘણી અન્ય જુના નજરાણા સમાન વિરાસતો આવેલી છે.જેવી કે મણીમંદિર , જુલતોપુલ, દરબારગઢ તેમજ અન્ય સાઈટો આવેલી છે. તેમાં આનાથી એક સાઈટનો વધારો થશે અને મોરબીને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં પણ મદદ મળશે. મોરબી એક સિરામિક નગરીની સાથે પર્યટનનગરી પણ કહેવાશે તેમ સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કે.ડી.બાવરવાએ જણાવેલ છે.






Latest News