મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં વીજ કર્મચારીનો કાંઠલો પકડી ઝપાઝપી કરનારા ત્રણ આરોપીની ધરપકડ


SHARE







મોરબી તાલુકામાં વીજ કર્મચારીનો કાંઠલો પકડી ઝપાઝપી કરનારા ત્રણ આરોપીની ધરપકડ

મોરબીના આમરણ ગામે પગથિયા વાળી શેરીમાં રહેતા શખ્સનું વીજ કંપનીનું બિલ ભરવાનું બાકી હતું જેથી કરીને વીજ કર્મચારી દ્વારા તેના ઘરે જઈને ઈલેક્ટ્રીક કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું જે તેને સારું નહીં લાગતા તેણે વીજ કર્મચારીનો કાંઠલો પકડ્યો હતો અને તેને ગાળો આપી તેની સાથે જપાજપી કરી હતી જે ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે આ ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે આમરણ નવા ડાયમંડ નગરમાં દિલીપભાઈ ભોરણીયાના મકાનમાં ભાડે રહેતા ધ્રુવરાજસિંહ ગોવિંદસિંહ ચૌહાણ જાતે રાજપૂત (૨૫) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વીશાભાઇ સાર્દુલભાઇ દેવીપુજકપરેશભાઈ વિશાભાઈ દેવીપુજક અને કારાભાઇ વીશાભાઇ દેવીપુજક રહે. બધા આમરણ વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી કે, આરોપી વીશાભાઇ સાર્દુલભાઇ દેવીપુજકનું છેલ્લા છ મહિનાનું ૨૭૯૦ રૂપિયાનું વીજ કંપનીનું બિલ બાકી હતું જે જમા નહીં કરાવતા ફરિયાદી વીજ કંપનીના કર્મચારી હોય તેની ફરજના ભાગરૂપે આરોપીના ઘરે જઈને તેને ઈલેક્ટ્રીક કરેક્શન કાપી નાખતા આ બાબતનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદીના શર્ટનો કાંઠલો પકડી તેને ગાળો આપી હતી અને ઝપાઝપી કરીને ગળાના ભાગની આજુબાજુમાં ઈજા કરી હતી તેમજ તેની સરકારી ફરજમાં રૂકાવટ કરી હતી જેથી ભોગ બનેલા કર્મચારી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા હુમલો કરનાર અણદાભાઈ વિસાભાઇ થારૂકિયા (૭૦) કાળો ઉર્ફે નરેશ અણદાભાઈ થારૂકિયા (૩૪) અને પરેશ અણદાભાઈ થારૂકિયા (૩૬) રહે. ત્રણેય આમરણ તા.જી.મોરબી વાળાઓની ધરપકડ કરવામાં આવી હતી.

સામસામી મારામારીમાં ત્રણ મહિલાઓને ઈજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામે રહેતા દેવિકાબેન હસમુખભાઈ પરમાર (ઉમર ૫૧) તેમજ સામેના પક્ષના કંચનબેન લલીતભાઈ પરમાર (૩૭) અને ગાયત્રીબેન લલીતભાઈ પરમાર (૧૮) નામની ત્રણ મહિલાઓને સામસામી મારામારીના બનાવમાં ઈજાઓ થવાથી ત્રણેયને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેથી હોસ્પિટલ ખાતે ત્રણેયની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબત અંગે તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા દ્વારા બનાવ સંદર્ભે નોંધ કરીને મારામારીના કારણ અંગે તપાસ કરવામાં આવી હતી.

મજૂર યુવાન સારવારમાં

મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા પાસે આવેલ અતિથિ પેપર મીલમાં કામ દરમિયાન ઉંચાઈએથી નીચે ફટકાતા નિશાળ અલી નામના 34 વર્ષના મજૂરને બીજાઓ થઈ હતી જેથી મોરબીના સામા કાંઠે આવેલ ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાંથી યાદી આવતા તાલુકા પોલીસ મથકના જે બી પરમાર દ્વારા નોંધ કરી આ બાબતે તપાસ તજવીજ કરવામાં આવી હતી.






Latest News