મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં મારામારીની જુદીજુદી ચાર ઘટનામાં ઇજા પામેલ બે મહિલા સહિત કુલ પાંચ ઇજાગ્રસ્ત સારવારમાં


SHARE







મોરબીમાં મારામારીની જુદીજુદી ચાર ઘટનામાં ઇજા પામેલ બે મહિલા સહિત કુલ પાંચ ઇજાગ્રસ્ત સારવારમાં

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવતા જુદા જુદા વિસ્તારોની અંદર મારામારીની ચાર ઘટનાઓ બની હતી જેમાં ઇજા પામેલ બે મહિલા સહિત કુલ મળીને પાંચ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા ધર્મેશ વાલજીભાઈ આંબલીયા (૨૮) નામના યુવાનને મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન પાસે મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી કરીને હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ જે.જે. ડાંગર કરી રહ્યા છે

મોરબીના સોઑરડીમાં રહેતા વિજયાબેન ભુપતભાઈ ડાભી (૫૦) અને કાજલબેન ભુપતભાઈ ડાભી (૨૫) નામના બે મહિલાઓને ઘરે થયેલ મારામારીના બનાવવા માટે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી  ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધી તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ કુલીનગરમાં રહેતા કાસમભાઈ મકબુલભાઈ કચ્છી (૩૪) નામના યુવાનને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવમાં વધુ તપાસ પી.જે. પરમાર ચલાવી રહ્યા છે

મોરબીમાં ઉમિયા નગરમાં રહેતા મનસુખભાઈ મોહનભાઈ (૩૫) નામનો યુવાન મોરબીમાં ભડિયાદ કાંટા નજીક હતો ત્યારે ત્યાં મારામારીના બનાવમાં ઈજા થતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના ઘુટુ ગામ પાસે હરિઓમ પાર્કમાં રહેતા તુપેસ હસમુખભાઈ અજાણીયા (૩૨) નામના યુવાનને મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વિસ્તારમાં બિલાલી મસ્જિદની પાસે રહેતા ચૌહાણ રાજેશ્વરીબેન જયંતીભાઈ (૧૦) નામની બાળકી બાઇકમાં પાછળના ભાગે બેસીને જઈ રહી હતી ત્યારે કોઈ કરણસર બાઈક સ્લીપ થતા અકસ્માત થયો હતો અને તે બાળકીને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવી હતી






Latest News