મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને મરવા મજબૂર કરવાના ગુનામાં સાત પૈકીનાં ચાર આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં યુવાનને મરવા મજબૂર કરવાના ગુનામાં સાત પૈકીનાં ચાર આરોપીની ધરપકડ

મોરબી નજીકના મચ્છુ ત્રણ ડેમમાં પાડીને યુવાને આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક યુવાનના ભાઈએ ચાર વ્યાજખોર સહિત કુલ મળીને સાત શખ્સોની સામે તેના ભાઈને મરવા માટે મજબૂર કર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં સાત પૈકીનાં ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મોરબી તાલુકાના માણેકવાડા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર ગામ પાસે ક્રિષ્ના સ્કૂલ સામે લોટસ ૧૫૮ ફ્લેટ નંબર ૨૮ બ્લોક નંબર ૪૦૩ માં રહેતા અનિલભાઈ કુંવરજીભાઈ ગોધવીયા જાતે પટેલ (૩૯) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં દિનેશભાઈ આહિર આસ્થા વાળા, રાજુભાઈ બોરીચા ખાખરાળા વાળા, લાલાભાઇ સનાળા વાળા, ભાવેશભાઈ ગોધવીયા વાવડી વાળા, સંજયભાઈ ભરવાડ, જયેશભાઈ કાસુન્દ્રા અને વિકાસભાઈ પડસુંબીયા રહે.નાની વાવડી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેના ભાઈ રવિભાઈ કુંવરજીભાઈ ગોધવીયા (૩૫) એ દિનેશભાઈ આહિર, રાજુભાઈ બોરીચા, લાલાભાઇ અને ભાવેશભાઈ ગોધવીયા પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા લીધેલા હતા અને તેના ભાઈએ આરોપીઓને રૂપિયા ચૂકવી દીધા હતા છતાં ધાક ધમકી આપી તેની પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી તેમજ ફરિયાદીના ભાઈને જયેશભાઈ કાસુન્દ્રા, વિકાસભાઈ પડસુંબીયા અને સંજયભાઈ ભરવાડ પાસેથી વેપાર ધંધાના રૂપિયા લેવાના નીકળતા હતા તે રૂપિયા માંગતા સમયસર રૂપિયા નહીં આપીને માનસિક ત્રાસ આપીને હેરાન કરી તેના ભાઈને મરવા માટે મજબૂર કર્યો હતો જેથી ફરિયાદીના ભાઈએ ગત તા.૨૨-૨ ના રાત્રે આઠેક વાગ્યા પહેલા કોઈપણ સમયે મોરબી નજીકના મચ્છુ ત્રણ ડેમમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો જેથી મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને ઊંચા વ્યાજે નાણા આપીને બાદમાં તાબડતોબ ઉઘરાણી કરીને યુવાનને ડેમમાં ઝંપલાવીને મરવા માટે મજબૂર કરવાના ઉપરોક્ત ગુનામાં થોડા સમય પહેલા વિકાસ પડસુંબીયા આગોતરા જામીન લઈને પોલીસમાં રજૂ થતા તેની ધરપકડ કરીને જામીનમુક્ત કરાયો હતો. ત્યારબાદ તા ૨૨/૩ ના રોજ ઉપરોક્ત ગુનામાં આરોપી પૈકીના જયેશ તુલસીભાઈ કાસુન્દ્રા જાતે પટેલ (૩૮) રહે ધરતી એપાર્ટમેન્ટ બોની પાર્ક રવાપર મૂળ ઘુનડા (ખાનપર) તાલુકો ટંકારા અને સંજય રમેશભાઈ ઉર્ફે રૈયાભાઈ રાતડીયા જાતે ભરવાડ (૩૪) રહે. આરાધના સોસાયટી સનાળા રોડ મોરબી વાળાઓ આગોતરા જામીન સાથે રજૂ થતા તાલુકા પીઆઇ કે.એ. વાળા દ્વારા તેની ધરપકડ કરી કોર્ટના હુકમ મુજબ તેઓને જામીન મુક્ત કરવામાં આવ્યા હતા અને ગઈકાલ તા. ૨૫ ના રોજ આરોપીઓ પૈકીના રાજેશ મેપાભાઈ જારીયા જાતે બોરીચા (૩૧) રહે. સરદાર સોસાયટી દલવાડી સર્કલ પાસે મોરબી વાળો પણ આગોતરા જામીન સાથે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રજૂ થતાં તેની નિયમ અનુસાર ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટનો હુકમ હોવાથી તેને પણ જામીન મુક્ત કરવામાં આવ્યો હતો આ બનાવમાં સાત પૈકીનાં ચાર આરોપીઓ આગોતરા સાથે રજૂ થતા ચારને હાલ જામીનમુક્ત કરાયા છે ત્રણ આરોપીઓ આ ગુનામાં હજુ પકડવાના બાકી છે






Latest News