મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આવેલ નૂર પ્લાઝાના પાર્કિંગમાં હાર્ટ અટેકથી યુવાનનું મોત


SHARE







વાંકાનેરમાં આવેલ નૂર પ્લાઝાના પાર્કિંગમાં હાર્ટ અટેકથી યુવાનનું મોત

વાંકાનેર નજીક આવેલ નૂર પ્લાઝાના પાર્કિંગમાં મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી યુવાનને હાર્ટ અટેક આવી જતા તેનું હાર્ટ અટેકથી મોત થયું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં આવેલ શિવાંગ ખાતે રહેતા અલીફસેનભાઈ ઈશાકભાઈ શેખ (૪૫) નામનો યુવાન વાંકાનેર નજીક આવેલ નૂર પ્લાઝાના પાર્કિંગમાં હતો ત્યારે ત્યાં તેને હાર્ટ અટેક આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના બોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને જોઈ તપાસીને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની આગળની વધુ તપાસ નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામે રહેતા કિરણભાઈ શામજીભાઈ ચાવડા નામના ૩૨ વર્ષના યુવાનને મોરબીના સામાકાંઠે સમર્પણ હોસ્પિટલ પાછળ આવેલ ભક્તિનગર સોસાયટી નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.તેને માથાના ભાગે ધોકા-પાઇપ વડે માર મારવામાં આવ્યો હોવાનું તેણે પોલીસ સૂત્રોને જણાવ્યું હતું.હાલ બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આ બનાવની નોંધ કરીને મારામારીના કારણ અંગે આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

કાચ લાગતા સારવારમાં

મોરબીના રવાપર ગામે આવેલ ક્રિષ્ના સ્કૂલ નજીક દેવ પેલેસમાં રહેતા અનિલભાઈ રમિતભાઈ પરિહાર નામના ૨૬ વર્ષના યુવાનને ઘરની અંદર રૂમમાં આગ લાગતા રૂમનો દરવાજો તોડીને નીકળવા જતા કાચ લાગ્યો હતો.જેથી તેને ઇજાઓ પહોંચી હતી અને તેથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.






Latest News