મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક પાવરીયાળી કેનાલમાં ન્હાવા ગયેલા ત્રણ પૈકીનાં એક બાળકનું મોત


SHARE







મોરબી નજીક પાવરીયાળી કેનાલમાં ન્હાવા ગયેલા ત્રણ પૈકીનાં એક બાળકનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળી કેનાલમાં ત્રણ બાળકો ન્હાવા માટે ગયા હતા ત્યારે ત્રણ પૈકીનો એક બાળક પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેને તાત્કાલિક બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા જો કે, સારવાર દરમ્યાન તે બાળકનું મોત નીપજયું હતુ જેથી આ બનાવની જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી કેનાલ પાસે સેન્ડવીચ કારખાનાની સામેના ભાગમાં કેનાલમાં ડૂબી જવાના કારણે અજાણ્યા ૧૦ વર્ષના બાળકને તાત્કાલિક સારવારમાં ખસેડાયો હતો અને ત્યાં તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક બાળકની ઓળખ મેળવવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી હતી અને વધુમાં આ અંગેની તપાસ કરી રહેલા વી.એસ. ડાંગર પાસેથી મળતી માહિતી મુજબ મૃતક બાળકનું નામ હાર્દિક ભરતભાઇ વડવાઈ જાતે આદિવાસી (૧૦) છે અને તે તેના બીજા બે મિત્રો સાથે કેનાલમાં ન્હાવા માટે ગયો હતો ત્યારે કેનાલમાં ડૂબી જતાં તેને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ ગયા હતા જો કે તેનું  સારવાર દરમ્યાન મોત નીપજયું હતું વધુમાં મળતી માહિતી મુજબ ભરતભાઇને બે સંતના છે જેમાં એક દીકરી અને એક દીકરીનો સમાવેશ થાય છે અને એકના એક દીકરનું મોત થવાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે






Latest News