મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

હોળીના દિવસે માથું લોહીથી રંગાયું !: ટંકારામાં દીકરી સાથે વાતચીત કરનારા યુવાનને માથામાં પાઇપ ફટકાર્યો, ત્રણ સામે ફરિયાદ


SHARE







હોળીના દિવસે માથું લોહીથી રંગાયું !: ટંકારામાં દીકરી સાથે વાતચીત કરનારા યુવાનને માથામાં પાઇપ ફટકાર્યો, ત્રણ સામે ફરિયાદ

ટંકારા તાલુકાનાં છત્તર ગામે રહેતા યુવાનને તે ગામમાં રહેતા શખ્સની દીકરી સાથે વાતચીત કરવાના સંબંધ હતા જે તેઓને સારું નહીં લગતા ત્રણ શખ્સોએ તેને માર માર્યો હતો અને ત્યારે તે યુવાનને માથાના ભાગે લોખંડનો પાઇપ માર મરવામાં આવતા તેને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને તેને માથામાં ટાંકા આવ્યા હતા જેથી યુવાને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં છત્તર ગામે રહેતા રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ દેવજીભાઇ સારેસા જાતે અનુ.જાતી (૨૩)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ભરતભાઇ અરવિંદભાઇ રાઠોડવિનોદભાઇ બાલાભાઇ રાઠોડ અને રોહીતભાઇ વિનોદભાઇ રાઠોડ રહે. બધા છત્તર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેને આ કામના આરોપીની દિકરી કોમલ સાથે અગાઉ વાતચીત કરવાના સંબંધ હતા જે આ કામના આરોપીઓને જાણ થતા તે સારૂ નહી લાગતા આરોપી ભરતભાઇ અરવિંદભાઇ રાઠોડ અને વિનોદભાઇ બાલાભાઇ રાઠોડે તેને ઢીકા પાટુનો મુંઢ માર મારી તેમજ ગાળો આપેલ હતી તેમજ તેમજ આરોપી રોહીતભાઇ વિનોદભાઇ રાઠોડે તેના હાથમા રહેલ લોખંડનો પાઇપ ઝપાઝપીમા ફરીયાદીને માથાના ભાગે મારી દેતા તેને માથામાંથી લોહી નિકળવા લાગ્યું હતું અને તેને માથાના ભાગે બે ટાંકા આવ્યા હતા જેથી યુવાને સારવાર લીધા બાદ ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ ૩૨૩૩૨૪૫૦૪૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News