મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

હળવદ નજીક ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં એકનું મોત, એક સારવારમાં


SHARE







હળવદ નજીક ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં એકનું મોત, એક સારવારમાં

હળવદ નજીક ગઇકાલે મોડી સાંજે રોંગ સાઈડમાં આવી રહેલ ટ્રેક્ટર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને તેમાં બે વૃદ્ધને ગંભીર ઇજા થયેલ હતી જે પૈકીનાં એકનું મોત નીપજ્યું છે અને એક હાલમાં સારવાર હેઠળ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ નજીક શનિવારે રાતે નવેક વાગ્યાની આસપાસ નવા ધનાળા ગામના પાટીયા પાસે રોંગ સાઈડમાં ટ્રેકટર આવી રહ્યું હતું તેના ડ્રાઇવરે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ગોવર્ધનભાઈ રવજીભાઈ દલવાડી (૬૮) નું મોત નીપજ્યું છે જ્યારે ત્રિભોવનભાઈ નાનજીભાઈ દલવાડી (૬૫)ને ગંભીર ઈજા થતાં તેને હળવદ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવામાં આવેલ છે વધુમાં મળતી માહિતી મુજબ  ગોવર્ધનભાઈ અને ત્રિભોવનભાઈ હળવદમાં આવેલ સ્વામિનારાયણ મંદિરે કથાની પોથીયાત્રામાં આવ્યા હતા અને ત્યાંથી બંને નવા ધનાળા પરત જતાં હતા ત્યારે ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં બે પૈકીનાં એક વૃદ્ધનું મોત નીપજયું છે






Latest News