મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિરમાં સંસ્કૃત સંમેલનનું આયોજન


SHARE







મોરબીના શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિરમાં સંસ્કૃત સંમેલનનું આયોજન

મોરબીના શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિર શાળામાં આગામી તા ૩૧ માર્ચને રવિવારના રોજ મોરબી જીલ્લાનું ત્રીજા સંસ્કૃત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન સંસ્કૃત ભારતી મોરબી જનપદ અને શિશુમંદિર મોરબીના સંયુકત ઉપક્રમે તેમજ વિવિધ સંસ્થાના સહયોગથી કરવામાં આવ્યું છે અને બપોરે ૩:૩૦ કલાકથી સંમેલન શરૂ થશે.

આ સંસ્કૃત સંમેલનમાં સંસ્કૃત પ્રાધ્યાપકો-શિક્ષકો, કોલેજ-શાળા સંચાલકો, તેમજ સંસ્કૃત અનુરાગીઓ દ્વારા બપોરે ૩:૩૦ થી ૫:૦૦ સુધી જનપદ ગોષ્ઠી કરાશે તેમજ સાંજે ૫:૩૦ થી ૭:૩૦ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે આ સંસ્કૃત સંમેલન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી બનાવ સંસ્કૃત ભારતી-મોરબી જનપદ વતી જનપદ સંયોજક કિશોર શુકલ, જનપદ સહ સંયોજક હિરેન રાવલ તેમજ પ્રાંતગણ સદસ્ય મયુર શુકલએ આમંત્રણ આપેલ છે






Latest News