મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે અકસ્માત કરીને યુવાનનો પગ ચગદી નાખનારા ટ્રક કન્ટેનરના ચાલકની ધરપકડ


SHARE







મોરબીના રફાળેશ્વર પાસે અકસ્માત કરીને યુવાનનો પગ ચગદી નાખનારા ટ્રક કન્ટેનરના ચાલકની ધરપકડ

મોરબી નજીકના મકનસર ગામે રહેતા બે મિત્રો બાઈક લઈને ગત શિવરાત્રીના દિવસે મોરબી નજીકના રફાળેશ્વર ગામે ભરાયેલ મેળામાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં રફાળેશ્વર ચોકડી નજીક ટ્રક કન્ટેનરના ચાલકે તેઓના બાઇકને લીધું હતું જેથી કરીને બાઈક પર બેઠેલા એક યુવાનનો પગ ટ્રકના ટાયર નીચે ચગદાઈ ગયો હતો જેથી કરીને તેનો ઢીંચણથી નીચેના ભાગનો જમણો પગ કાપવો પડ્યો છે તેમજ ડાબા પગમાં ફ્રેક્ચર થયેલ છે અને બાઈક ચલાવતા યુવાનને શરીરે ઇજાઓ થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને ટ્રક કન્ટેનરનો ચાલક તેનું વાહન લઇને ત્યાંથી નાસી ગયો હતો જેથી હાલમાં ભોગ બનેલા એક યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી

મોરબીના જુના મકનસર ગામે ભક્તિનગર સોસાયટી શેરી નંબર-૨ માં રહેતા રૂષિકભાઈ હરેશભાઈ બાવળીયા (૧૮) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક કન્ટેનર નંબર જીજે ૧૨ બીઝેડ ૯૬૦૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે, ફરિયાદી પોતાના મિત્ર પાર્થ દિલીપભાઈ (૧૮) ને પોતાના બાઇક નંબર જીજે ૧૩ એજી ૬૪૯૭ માં પાછળ બેસાડીને મોરબી નજીકના રફાળેશ્વર ગામે શિવરાત્રીના દિવસે મેળો ભરાયો હતો ત્યાં મેળામાં જઈ રહ્યા હતા ત્યારે સાંજના આઠેક વાગ્યાના અરસામાં રફાળેશ્વર ચોકડી પાસે ટ્રક કન્ટેનરના ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ડ્રાઇવર સાઈડના પાછળના જોટામાં પાર્થ દિલીપભાઈ નામના ફરિયાદીના મિત્રનો જમણો પગ ચગદાઈ ગયો હતો જેથી કરીને તેનો પગ ઢીંચણથી નીચેના ભાગમાં કાપવો પડ્યો છે અને ડાબા પગમાં પણ ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા થઈ હતી તેમજ ફરિયાદીને શરીરે ઇજાઓ થઈ હોવાથી અકસ્માત સર્જીને સ્થળ ઉપરથી પોતાનું વાહન લઈને નાસી ગયો હતો જો કે, ઈજા પામેલા બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં રૂષિકભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં હાલમાં પોલીસે આરોપી મનોજભાઇ ગોપાલભાઈ ગુર્જર (૨૪) રહે. બિહાડા તાલુકો જહાજપર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે






Latest News