મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે શિશુમંદીરમાં ડૉ.હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા સેવા તરંગ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના શનાળા ગામે શિશુમંદીરમાં ડૉ.હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા સેવા તરંગ કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ પ્રેરિત ડૉ.હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ દ્વારા સેવા તરંગ ૨૦૨૪ નો વાર્ષિકોત્સવ સેવા વિભાગ મોરબી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. અને ગત રવિવારના રોજ બપોરે ૩:૦૦ વાગ્યાથી શનાળા ગામે આવેલ શિશુમંદીરમાં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ પ્રવિણભાઈ ધોળકિયા તથા વિપુલભાઈ અઘારા જેઓ ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટના ટ્રસ્ટીઓ છે તેઓના માર્ગદર્શન મુજબ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ડો.નરેન્દ્રભાઈ દવે કે જેઓ સૌરાષ્ટ્ર પ્રાંતના સહવ્યવસ્થા પ્રમુખ તથા ડૉ. હેડગેવાર સ્મારક સમિતિના ટ્રસ્ટી છે તેઓએ ઉદબોધન આપેલ હતું અને જણાવ્યુ હતુ કે, મોરબી નગરમાં જે વિવિધ સેવાકેન્દ્રો જેવા કે શિક્ષણ, સંસ્કાર, સામાજિક, સ્વાસ્થ્ય, સ્વાવલંબનને લગતા કેન્દ્ર ચાલે છે તે ખૂબ જ માનવ સેવા એજ પ્રભુસેવાને સાર્થક કરે છે. આ કાર્યક્રમમાં મોરબી નગરમાં ચાલતા વિવિધ સેવા કેન્દ્રોના કાર્યકર્તાઓ, સંચાલકઓ અને બાળકો ઉપસ્થિત રહ્યાં હતા. આ સેવા તરંગના વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં ડો. અર્જુનભાઈ સુવાગિયા, ઉદ્યોગપતિ બાલુભાઈ અંબાણી, જીલેશભાઈ કાલરીયા ખાસ આમંત્રિત મહેમાનો તરીકે ઉપસ્થિત રહ્યાં હતા અને તેઓએ આર્થિક બહુમૂલ્ય યોગદાન આપેલ હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા કાર્યવાહ મિલનભાઈ પૈડા, સૌરાષ્ટ્ર પ્રાંતના સહસેવાપ્રમુખ હસમુખભાઈ પટેલનું ખાસ માર્ગદર્શન મળેલું હતું આ કાર્યક્રમની સફળતા માટે મોરબી જિલ્લા સેવા વિભાગના લાલજીભાઈ કુનપરા, મોરબી નગરના સેવાવિભાગના હરિભાઈ સરડવા, પ્રાણજીવનભાઈ વિડજાએ તથા મોરબી જિલ્લા તથા નગરના કાર્યકર્તાઓએ જહેમત ઊઠાવેલ હતી.






Latest News