મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી: સાસરેથી દીકરીને તેડી આવેલ માતા ઉપર જમાઈનો પાઇપ વડે હુમલો, ત્રણ શખ્સો સામે ફરિયાદ


SHARE







મોરબી: સાસરેથી દીકરીને તેડી આવેલ માતા ઉપર જમાઈનો પાઇપ વડે હુમલો, ત્રણ શખ્સો સામે ફરિયાદ

મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર પીએનજીપંપની પાસે રહેતી મહિલાની દીકરીને સાસરેથી ઘરે તેડી લાવ્યા હતા જેથી તે મહિલાના જમાઈ સહિતના ત્રણ શખ્સો ત્યાં આવ્યા હતા અને ત્યારે જમાઈએ તેની સાસુને માથાના ભાગે લોખંડનો પાઇપ માર્યો હતો અને અન્ય બે શખ્સોએ ઢીકાપાટુનો મારમાર્યો હતો જેથી કરીને ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબી અને બાદમાં રાજકોટ સુધી લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલ મહિલાએ તેના જમાઈ સહિતના ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં અથાણી રોડ રાધેશ્યામ સોસાયટીના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના સનાળા ગામે આવેલ સીએનજી પેટ્રોલ પંપ પાસે રહેતા મંગુબેન કાળુભાઈ વાઘેલા જાતે દેવીપુજક (૪૦) નામની મહિલાએ તેના જમાઈ સાગરભાઇ બહાદુરભાઈ માથાહુડીયા, નાગજીભાઈ બહાદુરભાઈ માથાહુડીયા અને વિજય કોળી રહે. ત્રણેય આમ્રપાલી ફાટક પાસે રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, તેની દીકરીને તેઓ સાસરેથી તેડી લાવતા તેના જમાઈને સારું નહીં લાગતા તે ફરિયાદી મહિલાના ઘરે આવ્યા હતા અને ત્યાં ફરિયાદી મહિલાને તેના જમાઈએ માથાના ભાગે લોખંડનો પાઇપ માર્યો હતો અને તેની સાથે રહેલા બે શખ્સોએ ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી જેથી ભોગ બનેલ મહિલાને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં મહિલાએ તેના જમાઈ સહિતના ત્રણ શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ગળાફાંસો ખાધો

વાંકાનેર તાલુકાના નવાપરામાં રહેતા કૈલાશ ભરતભાઈ ગોરીયા (૧૮) નામના યુવાને પોતે પોતાના ઘરે ગળાફાંસો ખાધો હતો જેથી કરીને તેને સારવાર માટે તાત્કાલિક મોરબી શહેરમાં આવેલ સનાળા રોડ ઉપર ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવ વાંકાનેર સિટીમાં બનેલો હોવાથી આ બનાવની વાંકાનેર સિટીને જાણ કરવા માટે કવાયત કરી હતી






Latest News